તેઓ ૨૦ એપ્રિલથી હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા

સરત બાબુ
વેટરન ઍક્ટર સરત બાબુનું લાંબી માંદગી બાદ હૈદરાબાદની હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેમની ઉંમર ૭૧ વર્ષની હતી અને ગઈ કાલે તેમનું મૃત્યુ એઆઇજી હૉસ્પિટલમાં થયું હતું. તેમનાં ઘણાં ઑર્ગન કામ કરતાં બંધ થઈ ગયાં હતાં. તેઓ ૨૦ એપ્રિલથી હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા. તેમનાં ઘણાં ઑર્ગન ડૅમેજ થઈ ગયાં હોવાથી તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. જોકે અંતે તેમને સેપ્સિસ થતાં મૃત્યુ થયું હતું. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે ચેન્નઈ લઈ જવામાં આવશે એવી ચર્ચા હતી. તેમનું સાચું નામ સત્યમ બાબુ દિક્ષિથુલુ હતુ. તેમણે ૧૯૭૩માં આવેલી તેલુગુ ફિલ્મ ‘રામ રાજ્યમ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના નામે ૨૦૦થી વધુ ફિલ્મો છે જેમાં તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષાનો સમાવેશ થાય છે.

