સરતબાબુ છેલ્લાં બે અઠવાડિયાંથી હૈદરાબાદની હૉસ્પિટલમાં છે

સરતબાબુ
સરતબાબુની ફૅમિલીએ તેમના મૃત્યુના સમાચારને અફવા ગણાવી તેમની હેલ્થ સ્ટેબલ હોવાની વાત કહી હતી. સરતબાબુ છેલ્લાં બે અઠવાડિયાંથી હૈદરાબાદની હૉસ્પિટલમાં છે. તેમના મૃત્યુના સમાચાર સોશ્યલ મીડિયામાં ફેલાતાં સરતબાબુના ભાઈ આયુષ તેજસે એ વિશે ચૂપકી તોડી હતી. તેણે સરતબાબુના ફૅન્સને આ ખોટા સમાચાર પર ધ્યાન ન આપવા માટે વિનંતી કરી હતી. તેના જણાવ્યા મુજબ સરતબાબુની કન્ડિશન સારી છે અને હવે સ્ટેબલ છે. તેઓ સંપૂર્ણ રીતે રિકવર થાય એ માટે હજી થોડા દિવસ લાગશે. તેના મૃત્યુના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. કમલ હાસન પણ એ ખોટા સમાચારનો ભોગ બન્યા હતા. તેમણે સોશ્યલ મીડિયા પર તેમના મૃત્યુને લઈને દુઃખ વ્યક્ત પણ કર્યું હતું. જોકે એ ખોટા સમાચાર હોવાની જાણ થતાં જ તેમણે ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. તેમને ઉંમરને લગતી બીમારી માટે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. કિડની, લંગ્સ અને લિવર જેવાં ઘણાં ઑર્ગન પર અસર થઈ હોવાથી તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.