સલમાન સાથે બહુ જલદી ફિલ્મ લઈને આવશે સૂરજ બડજાત્યા
સલમાન ખાન અને સૂરજ બડજાત્યા
સલમાન ખાનને લઈને સૂરજ બડજાત્યા વધુ એક ફૅમિલી-ડ્રામા બનાવી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. તેમણે છેલ્લે ૨૦૧૫માં આવેલી ‘પ્રેમ રતન ધન પાયો’માં કામ કર્યું હતું. સૂરજ બડજાત્યાના પ્રોડક્શન-હાઉસે ચાર નવોદિત ઍક્ટર્સને લઈને ‘હમ ચાર’ ફિલ્મ બનાવી છે જે પંદર ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. તેઓ ફરી એક ઍક્શન ફિલ્મમાં કામ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. સલમાન સાથેની આગામી ફિલ્મ વિશે પૂછતાં સૂરજ બડજાત્યાએ કહ્યું હતું કે ‘મેં અમારી આગામી ફિલ્મના આઇડિયા વિશે સલમાન સાથે ચર્ચા કરી છે. આ એક ફૅમિલી ડ્રામા હશે નહીં કે ઍક્શન ફિલ્મ. હું એટલું કહી શકું છું કે આ ફિલ્મમાં રાજશ્રી પ્રોડક્શનના તમામ ઇન્ગ્રીડિયન્ટ્સ જોવા મળશે. આ ફિલ્મ મારા માટે અત્યાર સુધીની સૌથી સંતોષજનક ફિલ્મ બનશે. જોકે હું હાલમાં મારા યુવાન દીકરા અવિનાશની કરીઅર પર ધ્યાન આપી રહ્યો છું, કારણ કે તે બહુ જલદી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે. માર્ચ બાદ હું આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરીશ અને અમે આવતા વર્ષની શરૂઆતમાં શૂટિંગ શરૂ કરીશું.’
આ પણ વાંચો : લોકો મને હજી પણ પસંદ કરે છે એની મને ખુશી છે : જુહી ચાવલા
ADVERTISEMENT
હું જ્યારે સ્ક્રિપ્ટ સાથે રેડી હોઈશ ત્યારે સલમાન પણ મારા માટે રેડી હશે એવી તેણે મને ખાતરી આપી છે
- સૂરજ બડજાત્યા