Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હાર્દિક પંડ્યાને જે રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે એ જોઈને સોનુ સૂદે કહ્યું...

હાર્દિક પંડ્યાને જે રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે એ જોઈને સોનુ સૂદે કહ્યું...

30 March, 2024 09:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આપણે ક્રિકેટર્સને માન આપવું જોઈએ

સોનુ સુદ

સોનુ સુદ


સોનુ સૂદે ક્રિકેટર્સને સપોર્ટ કરતાં લોકોને સલાહ આપી છે કે તેમને માન આપવામાં આવે. સોનુનું કહેવું છે કે ક્રિકેટર્સે આપણા દેશનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં હાર્દિક પંડ્યાની થતી ટીકાને લઈને સોનુ સૂદે તેનો પક્ષ લીધો છે. મુંબઈ ઇન્ડિયન્સ માટે કૅપ્ટન્સી સંભાળ્યા બાદથી હાર્દિક પંડ્યા ટ્રોલ થઈ રહ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમ્યાન સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઇન્ડિયન્સને હાર્દિકની કૅપ્ટન્સી હેઠળ હારનો સામનો કરવો પડ્યો હતો એવામાં ક્રિકેટરનું નામ લીધા વિના ઇન્સ્ટાસ્ટોરી પર સોનુ સૂદે લખ્યું છે કે ‘આપણે આપણા ખેલાડીઓને સન્માન આપવું જોઈએ. આપણને ગર્વ થાય એવું કામ ખેલાડીઓએ કર્યું છે. ખેલાડીઓએ આપણા દેશને ગૌરાન્વિત કર્યો છે. એક દિવસ તમે તેમને ચિયર કરો છો અને બીજા જ દિવસે તેમની ટીકા કરો છો. આપણા ક્રિકેટર્સ નહીં, પરંતુ આપણે નિષ્ફળ થયા છીએ. મને ક્રિકેટ ગમે છે. આપણા દેશને રિપ્રેઝન્ટ કરતા દરેક ક્રિકેટરને હું પ્રેમ કરું છું. તેઓ કઈ ફ્રૅન્ચાઇઝી માટે રમે છે એનાથી કોઈ ફરક નથી પડતો. તે એક કૅપ્ટન તરીકે રમે છે કે પછી ટીમમાં ૧૫મો ખેલાડી હોય, તેઓ આપણા હીરો છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2024 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK