Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરાને હજી એક વર્ષ સુધી બ્રેસ્ટ-ફીડિંગ કરાવશે સોનમ

દીકરાને હજી એક વર્ષ સુધી બ્રેસ્ટ-ફીડિંગ કરાવશે સોનમ

20 April, 2023 03:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોનમે ૨૦૧૮માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં.

દીકરાને હજી એક વર્ષ સુધી બ્રેસ્ટ-ફીડિંગ કરાવશે સોનમ

દીકરાને હજી એક વર્ષ સુધી બ્રેસ્ટ-ફીડિંગ કરાવશે સોનમ


સોનમ કપૂર આહુજાએ નક્કી કર્યું છે કે તે પોતાના દીકરા વાયુને હજી એક વર્ષ સુધી બ્રેસ્ટ-ફીડિંગ કરાવશે. સોનમે ૨૦૧૮માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં. તેણે ગયા વર્ષે વીસ ઑગસ્ટે એક દીકરાને જન્મ આપ્યો હતો. બાળકને જન્મ આપ્યા બાદ શરીરના આકાર વિશે સોનમે કહ્યું કે ‘તમે જ્યારે પ્રેગ્નન્ટ હો તો તમે ચોક્કસ સાઇઝમાં ઢળી જાઓ છો. બાળકને જન્મ આપ્યા બાદ તમારું શરીર લાંબા સમય સુધી એવું જ રહે છે. તમે પોતાની જાતના વિડિયો અને ફોટો જુઓ છો કે જેમાં તમે આકર્ષક નથી દેખાતા. સાથે જ ચોંકી જાઓ છો કે શું હું સાચે આવી દેખાઉં છું? એ બાબતની મને કોઈ ચિંતા નથી. મારી જાત વિશે મને એવો કોઈ વિચાર નથી આવતો. હું પહેલાં જેવી દેખાતી હતી એવી ફરીથી દેખાવા માટે પોતાની જાતને દબાણ નથી આપતી. હું હજી મારા બાળકને બ્રેસ્ટ-ફીડિંગ કરાવું છું. આશા છે કે હજી એક વર્ષ સુધી હું એ કરીશ. એથી તમારા શરીરને ફૂડ, આરામ અને એનર્જી જોઈએ છે. હું કોઈ પાગલ જેવી ડાયટ, એક્સરસાઇઝ નથી કરી રહી. મારી પ્રેગ્નન્સી દરમ્યાન પણ હું એક્સરસાઇઝ કરતી હતી. મારી જાતની મેં ખૂબ દરકાર લીધી હતી. આગળ પણ લેતી રહીશ.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2023 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK