Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ, પ્રદૂષણ અને ટ્રાફિક... સોનમને શેની ‌ચિંતા?

મુંબઈ, પ્રદૂષણ અને ટ્રાફિક... સોનમને શેની ‌ચિંતા?

16 January, 2023 03:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્વિટર પર સોનમે ટ્વીટ કર્યું હતું, ‘મુંબઈમાં પ્રવાસ કરવો પીડાદાયક છે. મને જુહુથી બૅન્ડ સ્ટૅન્ડ જવામાં એક કલાક લાગ્યો હતો

સોનમ કપૂર

સોનમ કપૂર


સોનમ કપૂર આહુજાને વધતા પ્રદૂષણની ચિંતા કોરી ખાય છે. એથી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. 

સોનમનું કહેવું છે કે મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં ધૂળ-માટી છે અને કન્સ્ટ્રક્શનનાં કામ ચાલી રહ્યાં છે. તેણે સોશ્યલ મીડિયામાં એ વિશે બળાપો કાઢ્યો હતો. ટ્વિટર પર સોનમે ટ્વીટ કર્યું હતું, ‘મુંબઈમાં પ્રવાસ કરવો પીડાદાયક છે. મને જુહુથી બૅન્ડ સ્ટૅન્ડ જવામાં એક કલાક લાગ્યો હતો. દરેક બાજુએ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યાં છે અને ખાડા ખોદી રાખ્યા છે. પ્રદૂષણ ચારે બાજુ ફેલાયેલું છે. આ શું ચાલી રહ્યું છે.’



આ પણ વાંચો : સોનમે તેનો અપાર્ટમેન્ટ ૩૨.૫ કરોડમાં વેચ્યો?


તેની આ ટ્વીટ બાદ લોકોએ તેનો ઊધડો લેવાનું શરૂ કરી દીધું. સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું, ‘પ્યારી સોનમ, દેશમાં મજબૂત વિકાસ થઈ રહ્યો છે. થોડી તકલીફ તો થશે જ. આ મારી સલાહ છે.’
તો અન્ય એક યુઝરે લખ્યું, ‘દેખો, દિલ્હીવાલે લોગ મુંબઈ મેં પૉલ્યુશન કી બાત કર રહે હૈં.’

તો અન્યએ લખ્યું, ‘જો તું આ શહેરમાં ન રહી શકતી હોય તો શહેર બદલી નાખ.’ અન્ય એકે લખ્યું, ‘શું કન્સ્ટ્રક્શન બંધ કરવામાં આવે, જેથી મૅડમને તકલીફ ન થાય.’


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2023 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK