Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sonam Kapoorએ શૅર કર્યો દીકરા વાયુનો ફર્સ્ટ લૂક, જુઓ વીડિયો

Sonam Kapoorએ શૅર કર્યો દીકરા વાયુનો ફર્સ્ટ લૂક, જુઓ વીડિયો

20 February, 2023 03:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોનમ કપૂરના દીકરા વાયુનો એક સુંદર ક્યૂટ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વાયુ જમીન પર ક્રૉલ કરતો દેખાય છે. આ વીડિયોને એક્ટ્રેસે પોતાના દીકરાને 6 મહિના પૂરા થવાના આનંદમાં શૅર કર્યો છે. આની સાથે જ સોનમે વાયુની એક તસવીર પણ શૅર કરી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


સોનમ કપૂરના (Sonam Kapoor) દીકરા વાયુનો એક સુંદર ક્યૂટ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વાયુ જમીન પર ક્રૉલ કરતો દેખાય છે. આ વીડિયોને એક્ટ્રેસે પોતાના દીકરાને 6 મહિના પૂરા થવાના આનંદમાં શૅર કર્યો છે. આની સાથે જ સોનમે વાયુની એક તસવીર પણ શૅર કરી છે.

બૉલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર હાલ પેરેન્ટહુડ એન્જૉય કરી રહી છે. આમ તો સોનમની એક ઝલક પણ ચર્ચાનો વિષય બને છે પણ હવે તેનાથી વધારે લાઈમલાઈટ તો નાનકડા વાયુને મળે છે. તાજેતરમાં જ એક્ટ્રેસ અને તેના દીકરાની એક તસવીર સાથે ક્યૂટ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સોનમના દીકરા વાયુની મસ્તી અને સહજતા સ્પષ્ટ દેખાય છે. 6 મહિનાનો વાયુ જમીન પર મૂકેલા રમકડાં પકડતો અને તેની સાથે રમવાનો પ્રયત્ન કરતો દેખાય છે. તો વાયરલ થતી તસવીરમાં વાયુ પોતાની મમ્મી સોનમમાં ખોળામાં લાડથી રમતો પણ જોવા મળે છે. આ તસવીર અને વીડિયોને સોશિયલ મીડિયા પર ચાહકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.



વાયુના વાયરલ થતા વીડિયોને સોનમે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શૅર કર્યો છે. આ પોસ્ટને શૅર કરતા એક્ટ્રેસ લખ્યું, "વાયુ 6 મહિનાનો થઈ ગયો છે. વિશ્વનું સૌથી સારું કામ, મારા આશીર્વાદ, હું તને ખૂબ જ પ્રેમ કરું છું મારા દીકરા. તારા પપ્પા અને મેં આથી વધારે કશું માગ્યું પણ નહોતું." વીડિયો સિવાય પોસ્ટમાં એક ક્યૂટ તસવીર પણ છે, જેમાં વાયુ પોતાની મમ્માના ખોળામાં બેઠેલો દેખાય છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)


આ પણ વાંચો : સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફટકો! જુનિયર NTRના પિતરાઈ ભાઈ Taraka Ratnaનું નિધન

સોનમનો લાડલો વાયુ
વાયરલ થતી આ પોસ્ટમાં સોનમના લાડલા દીકરા વાયુએ સફેદ કલરનો કુર્તો-પાયજામો પહેર્યો છે. આ વીડિયો પર અત્યાર સુધી 46 હજારથી વધારે લાઈક્સ આવી ચૂક્યા છે. તો આના પર કોમેન્ટનો દોર પણ શરૂ થઈ ગયો છે. વાયુના 6 મહિના પૂરા થવાના આનંદમાં બધા તેને વધામણી આપી રહ્યા છે. આ પોસ્ટ પર એક્ટ્રેસ બિપાશા બાસુએ કૉમેન્ટ પણ કરી છે, તેણે લખ્યું છે `ગૉડ બ્લેસ યૂ માય ક્યૂટી`. વાયુના વીડિયો પર કનિકા માન અને ઝોયા અખ્તર જેવા સેલેબ્સે પણ ખૂબ જ વ્હાલ વરસાવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2023 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK