સોનમ કપૂર આહુજા યુકેમાં આયોજિત થનારી કિંગ ચાર્લ્સ કોરોનેશન કૉન્સર્ટમાં સામેલ થવાની છે એથી તે પોતાને સન્માનિત અનુભવી રહી છે
સોનમ કપૂર આહુજા
સોનમ કપૂર આહુજા યુકેમાં આયોજિત થનારી કિંગ ચાર્લ્સ કોરોનેશન કૉન્સર્ટમાં સામેલ થવાની છે એથી તે પોતાને સન્માનિત અનુભવી રહી છે. આ ઇવેન્ટમાં જોડાનારી તે એકમાત્ર ભારતીય છે. ૭ મેએ યુનાઇટેડ કિંગડમના વિન્ડસર કૅસલમાં આ કાર્યક્રમનું આયોજન થવાનું છે. સોનમ સાથે લિઓનેલ રિચી, ટૉમ ક્રૂઝ અને કૅટી પેરી પણ હાજર રહેશે. એ અવસરે ગ્લોબલ મ્યુઝિક આઇકન્સ અને સ્ટાર્સ પણ આ ઐતિહાસિક સમારોહના સાક્ષી બનશે. એ વિશે સોનમે કહ્યું કે ‘હું આ કૉમનવેલ્થ વર્ચ્યુઅલ કોઇરની આ સેરેમનીમાં જોડાઈને સન્માનિત અનુભવી રહી છું. કિંગના મ્યુઝિક અને આર્ટ પ્રત્યેના પ્રેમને અમે સેલિબ્રેટ કરીશું. આ એક અગત્યનો અવસર છે જે સકારાત્મક અને યુનાઇટેડ કિંગડમના આશાવાદી ભવિષ્ય તરફ પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે. આ કોઇરના મ્યુઝિક દ્વારા શાહી પરિવારના વારસા પ્રત્યે સન્માન વ્યક્ત કરવાની સાથે એકતા, શાંતિ અને આનંદને પ્રોત્સાહન આપવામાં આવશે.’


