Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સમન્થા બની પ્રોડ્યુસર

સમન્થા બની પ્રોડ્યુસર

29 April, 2024 06:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બર્થ-ડેના દિવસે ફૅન્સને નવી ફિલ્મની જાહેરાત સાથે આપી અનોખી સરપ્રાઇઝ

સમન્થા રુથ પ્રભુ

સમન્થા રુથ પ્રભુ


સમન્થા રુથ પ્રભુ હવે પ્રોડ્યુસર બની ગઈ છે. તેનો ગઈ કાલે જન્મદિવસ હતો અને તે ૩૭ વર્ષની થઈ ગઈ છે. વરુણ ધવનની સાથે બૉલીવુડની ઘણી સેલિબ્રિટીએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તે હવે વરુણ સાથેની ‘સિટાડેલ’માં તો જોવા મળવાની જ છે, પરંતુ આ સાથે અન્ય ફિલ્મો પર પણ તે કામ કરી રહી છે. તેણે ગઈ કાલે તેની આગામી ફિલ્મ ‘બંગારામ’ની જાહેરાત કરી છે. આ ફિલ્મને તે તેના પ્રોડક્શન હાઉસ ત્રાલાલા મૂવિંગ પિક્ચર્સ હેઠળ પ્રોડ્યુસ કરી રહી છે. પ્રોડ્યુસર તરીકેની તેની આ પહેલી ફિલ્મ છે જેમાં તે લીડ હિરોઇન તરીકે પણ કામ કરી રહી છે. તેના હાથમાં બંદૂક છે અને પોસ્ટરનો કલર રેડ હોવાથી એવું લાગી રહ્યું છે કે આ એક મારધાડવાળી ફિલ્મ હશે. આ ફિલ્મનું નામ હાલમાં ‘બંગારામ’ રાખવામાં આવ્યું છે, પરંતુ બની શકે કે એ ફિલ્મ તૈયાર થયા બાદ એને બદલવામાં આવે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 06:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK