Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિંગર સોનુ નિગમના પિતાના ઘરે 72 લાખની ચોરી, પૂર્વ ડ્રાઈવરની ધરપકડ

સિંગર સોનુ નિગમના પિતાના ઘરે 72 લાખની ચોરી, પૂર્વ ડ્રાઈવરની ધરપકડ

22 March, 2023 08:53 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોનુ નિગમની નાની બહેન નિકિતાએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, અગમ કુમાર નિગમ પાસે રેહાન નામનો ડ્રાઈવર લગભગ 8 મહિનાથી હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બોલિવૂડ (Bollywood News)ના પ્રખ્યાત ગાયક સોનુ નિગમ (Sonu Nigam)ના પિતા અગમ કુમાર નિગમ સાથે લૂંટની ઘટના બની હોવાના  સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે તેમના ઘરેથી 72 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. પૂર્વ ડ્રાઈવર પર આનો આરોપ છે, જેની ધરપકડ કરવામાં આવી છે. સોનુની બહેન નિકિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, જે બાદ મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, એક અધિકારીએ બુધવારે જણાવ્યું કે ગાયક સોનુ નિગમના 76 વર્ષીય પિતાના પૂર્વ ડ્રાઈવર પર કથિત રીતે ઘરમાંથી 72 લાખ રૂપિયાની ચોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગાયકના પિતા અગમ કુમાર નિગમ અંધેરી (Andheri)માં ઓશિવારા વિસ્તારમાં રહે છે. કથિત ચોરી 19 માર્ચથી 20 માર્ચની વચ્ચે થઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું.



ડ્રાઈવરને થોડા દિવસ પહેલા કામ પરથી કાઢી મૂકયો હતો


સોનુ નિગમની નાની બહેન નિકિતાએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, અગમ કુમાર નિગમ પાસે રેહાન નામનો ડ્રાઈવર લગભગ 8 મહિનાથી હતો, પરંતુ તેની કામગીરી સંતોષકારક ન હતી. આ કારણોસર તેને તાજેતરમાં જ કામ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.

વોર્ડરોબમાં બનાવેલ લોકરમાંથી પહેલાં પણ 40 લાખ ગાયબ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગમ કુમાર નિગમ રવિવારે વર્સોવા વિસ્તારમાં નિકિતાના ઘરે લંચ કરવા ગયા હતા અને થોડા સમય પછી પરત ફર્યા. તે જ દિવસે સાંજે, તેમણે ફોન પર તેની પુત્રીને કહ્યું કે લાકડાના અલમિરાહમાં રાખવામાં આવેલા ડિજિટલ લોકરમાંથી 40 લાખ રૂપિયા ગાયબ છે.

આ પણ વાંચો: #NOSTALGIA : મમ્મીના ખોળામાં રમતો આ એક્ટર છે બોલિવૂડનો ‘સિયરલ કિસર’, તમે ઓળખ્યો?

સીસીટીવી ફૂટેજ સામે આવ્યું

બીજા દિવસે, આગમ કુમાર નિગમ વિઝા સંબંધિત કોઈ કામ માટે 7 બંગલા ખાતે પુત્રના ઘરે ગયા હતા અને સાંજે પરત ફર્યા હતા. અધિકારીએ કહ્યું કે તેમને લોકરમાંથી 32 લાખ રૂપિયા ગાયબ જણાયા અને લોકરને પણ નુકસાન થયું નથી. આ પછી, તે અને નિકિતા તેમની સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસે છે, જેમાં ભૂતપૂર્વ ડ્રાઈવર રેહાન બંને દિવસે બેગ લઈને ફ્લેટ તરફ જતો જોવા મળે છે. ફરિયાદ મુજબ, અગમ કુમારને શંકા છે કે રેહાન ડુપ્લિકેટ ચાવીની મદદથી તેના ફ્લેટમાં પ્રવેશ્યો હતો અને બેડરૂમમાંના ડિજિટલ લોકરમાંથી 72 લાખ રૂપિયાની ચોરી કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2023 08:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK