° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

od News: Shreya Ghoshal લગ્નના 6 વર્ષ બાદ બનવાની છે માતા

04 March, 2021 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

od News: Shreya Ghoshal લગ્નના 6 વર્ષ બાદ બનવાની છે માતા

શ્રેયા ઘોષાલ

શ્રેયા ઘોષાલ

બૉલીવુડની પ્રખ્યાત અને સુંદર સિંગર શ્રેયા ઘોષાલના ફૅન્સ માટે સારા સમાચાર છે. તે પહેલી વાર માતા બનવા જઈ રહી છે. આ વાતની જાણકારી પોતે શ્રેયા ઘોષાલે આપી છે. તેમ જ લગ્નના 6 વર્ષ બાદ માતા બનવા જઈ રહી છે. શ્રેષા ઘોષાલે બૉલીવુડની ઘણી શાનદાર ફિલ્મો માટે હિટ ગીતો ગાયા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા તેની પ્રેગ્નેન્સી વિશે માહિતી આપી છે. શ્રેયા ઘોષાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તેમ જ પોતાના ફૅન્સ માટે ખાસ તસવીરો અને વીડિયોઝ પણ શૅર કરતી રહે છે. શ્રેયા ઘોષાલે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તેનો બેબી-બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. શ્રેયા ઘોષાલે તસવીરમાં બ્લૂ કલરની ડ્રેસ પહેરી છે અને તેણે પોતાના બેબી-બમ્પ પર હાથ રાખ્યો છે. આ તસવીર સાથે શ્રેયા ઘોષાલે ખાસ પોસ્ટ લખી છે, જેમાં તેણે પોતે પોતાની પ્રેગ્નેન્સીની જાણકારી આપી છે.

 
 
 
View this post on Instagram

A post shared by shreyaghoshal (@shreyaghoshal)

સાથે જ લોકોને પ્રેમ અને આર્શીવાદ માટે વિનંતી કરી છે. શ્રેયા ઘોષાલે પોતાની પોસ્ટમાં લખ્યું છે, 'બેબી શ્રેયાદિત્ય ટૂંક સમયમાં આવશે. શિલાદિત્ય મુખોપાધ્યાય અને હું આ સમાચાર તમારા બધા સાથે શૅર કરવામાં ખૂબ જ ખુશ અનુભવી રહી છું. તમારા પ્રેમ અને આર્શીવાદની જરૂર છે, કારણકે અમે અમારા જીવનમાં આ નવા ચેપ્ટર માટે પોતાને તૈયાર કર્યા છે.'

શ્રેયા ઘોષાલની આ પોસ્ટ દર્શાવે છે કે તેમણે આવનારા બેબીનું નામ પણ નક્કી કરી લીધું છે. સિંગરના આ પોસ્ટ અનુસાર તેના બાળકનું નામ શ્રેયાદિત્ય રહેશે. સોશિયલ મીડિયા પર શ્રેયા ઘોષાલની તસવીર અને આ પોસ્ટ ઝડપથી વાઈરલ થઈ રહી છે. સિંગરના ફૅન્સ અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સ તેની આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ કરીને તેમને માતા બનવા બદ્દલ અભિનંદન પાઠવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે શ્રેયા ઘોષાલના પતિનું નામ શિલાદિત્ય છે. તે તેનો બાળપણનો મિત્ર છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી શ્રેયા ઘોષાલ અને શીલાદિત્યએ 5 ફેબ્રુઆરી 2015 નાં રોજ લગ્ન કર્યાં હતાં. તેમના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. શ્રેયા ઘોશાલ અને શીલાદિત્યના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. શિલાદિત્ય Hipcask.com વેબસાઈટના ફાઉન્ડર છે.

04 March, 2021 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કરણ જોહરના ધર્મા પ્રોડક્શને કાર્તિક આર્યનને કર્યો બ્લૅક લિસ્ટ

‘દોસ્તાના 2’માંથી અભિનેતા બહાર, કાર્તિક આર્યન સાથે હવે ક્યારેય કામ ન કરવાનો પ્રોડક્શનનો નિર્ણય

16 April, 2021 05:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

કો-ઑર્ડિનેશન કમિટી ઑફ ધ એમ ઍન્ડ ઈ ઇન્ડસ્ટ્રીની કેટલીક ડિમાન્ડ

તેમણે એક પત્ર રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે

16 April, 2021 11:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પોતાનાં બાળકોના થતા ટ્રોલિંગ પર ભડકી મંદિરા બેદી

તાજેતરમાં જ તેની દીકરી તારાને ટ્રોલર્સે ‘સ્ટ્રીટ કિડ’ કહી હતી

16 April, 2021 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK