મોટા પડદા પર શ્રેયાની આ પહેલી ફિલ્મ હશે
શ્રેયા ચૌધરી
ઍક્ટ્રેસ શ્રેયા ચૌધરીએ સિરીઝ ‘બંદિશ બૅન્ડિટ્સ’ની પહેલી અને બીજી સીઝન તેમ જ ‘ધ મહેતા બૉય્ઝ’માં કામ કર્યું છે. હવે તે આયુષ્માન ખુરાના સાથે આગામી ફિલ્મ ‘મુપાપા’માં સ્ક્રીન શૅર કરવા જઈ રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૯ ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. મોટા પડદા પર શ્રેયાની આ પહેલી ફિલ્મ હશે. શ્રેયાને YRF ટૅલન્ટ દ્વારા એક્સક્લુઝિવ મૅનેજમેન્ટ માટે પણ સાઇન કરવામાં આવી છે અને આ સાથે તેની પ્રોફેશનલ જર્નીમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ‘મુપાપા’નું નિર્માણ યશરાજ ફિલ્મ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અક્ષય વિધાની અને પોશમ પા પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. આમ શ્રેયાને પહેલી જ ફિલ્મમાં યશરાજ ફિલ્મ્સની હિરોઇન બનવાનો ચાન્સ મળ્યો છે.
