ડેટિંગ રૂમર્સ વચ્ચે શ્રદ્ધા કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર `તૂ જૂઠી મેં મક્કાર`ના રાઈટર રાહુલ મોદી સાથેની પોતાની એક તસવીર શૅર કરી છે.
શ્રદ્ધા કપૂર અને તેણે શૅર કરેલી સ્ટોરી તસવીરનો કૉલાજ
ડેટિંગ રૂમર્સ વચ્ચે શ્રદ્ધા કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર `તૂ જૂઠી મેં મક્કાર`ના રાઈટર રાહુલ મોદી સાથેની પોતાની એક તસવીર શૅર કરી છે.
બૉલિવૂડની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે પોતાના અત્યાર સુધીના કરિઅરમાં બૉલિવૂડને અનેક શાનદાર ફિલ્મો આપી છે અને પોતાની દળદાર એક્ટિંગ પણ બતાવી છે. તે માત્ર પોતાની પ્રોફેશનલ લાઈફ માટે જ નહીં પણ પોતાની પર્સનલ લાઈફ વિશે પણ ચર્ચામાં છે. ઘણાં સમયથી શ્રદ્ધાનું નામ રાહુલ મોદી સાથે જોડવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે, શ્રદ્ધા અને રાહુલ એકબીજાને પસંદ કરે છે અને રિલેશનશિપમાં છે. જો કે, તેમણે ક્યારેય આ રૂમર્સ પર પ્રતિક્રિયાઓ આપી નહોતી, પણ હવે એવું લાગે છે કે એક્ટ્રેસ રાહુલ સાથે પોતાના રિલેશનશિપને કન્ફર્મ કરી દીધા છે.
ADVERTISEMENT
ડેટિંગ રૂમર્સ વચ્ચે શ્રદ્ધા કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર `તૂ જૂઠી મેં મક્કાર`ના રાઈટર રાહુલ મોદી સાથે પોતાની એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં શ્રદ્ધા કપૂર કેમેરા સામે સ્માઈલ કરતી જોવા મળી રહી છે, જ્યારે રાહુલ મોદીએ એક અજીબ ચહેરો બનાવ્યો છે. આ તસવીર શૅર કરતાં શ્રદ્ધાએ લખ્યું, `દિલ રખ લે, નીંદ તો વાપસી દે દે યાર.` આ સેલ્ફી બાદ એવું લાગી રહ્યું છે કે શ્રદ્ધાએ રાહુલ મોદી સાથે પોતાના સંબંધને કન્ફર્મ કરી દીધા છે.
રાહુલ મોદી સાથેના સંબંધો પર ખુલાસો
શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીના રિલેશનશિપની ચર્ચાઓ મીડિયામાં છવાયેલી હતી. જો કે, બન્નેએ ક્યારેય પોતાના રિલેશનશિપ વિશે સાર્વજનિક રીતે વાત કરી નથી. શ્રદ્ધા અને રાહુલને અનેકવાર સાથે સ્પૉટ કરવામાં આવ્યા છે, પણ તેમણે હંમેશાં આને એક ફ્રેન્ડલી મીટિંગ ગણાવી હતી. પણ હવે શ્રદ્ધાએ રાહુલ સાથે શૅર કરેલી તસવીર અને તેમાં લખેલાં કૅપ્શને ચાહકો અને મીડિયામાં ચર્ચાઓ વધારી છે. ચાહકો આ નવી જોડી વિશે ખૂબ જ ઉત્સાહિત છે અને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં બેલેન્સ
શ્રદ્ધા કપૂર હંમેશા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં સંતુલન જાળવી રાખ્યું છે. તેમણે પોતાના કરિઅરમાં સતત મહેનત કરી છે અને પોતાની પ્રતિભાથી લોકોનું મન જીતી લીધું છે. રાહુલ મોદી સાથે તેના સંબંધોની પુષ્ઠિ બાદ, ફેન્સ એ જોવા માગે છે કે તે પોતાની પર્સનલ લાઈફમાં કેવી રીતે સંતુલન જાળવી રાખશે.
પ્રોફેશનલ લાઇફમાં સફળ રહી શ્રદ્ધા કપૂર
એક્ટ્રેસ પોતાના કરિઅરની શરૂઆત ફિલ્મ `તીન પત્તી` દ્વારા કરી હતી, પણ તેને ખરી ઓળખ ફિલ્મ `આશિકી 2` દ્વારા મળી. ત્યાર બાદ તેણે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું, જેમાં `એક વિલન`, `હાફ ગર્લફ્રેન્ડ`, `સ્ત્રી` અને `બાગી` જેવી ફિલ્મો સામેલ છે. તેની એક્ટિંગ અને ડાન્સિંગ સ્કિલ્સે તેને બૉલિવૂડમાં ટૉપમાં પહોંચાડી છે.

