શ્રાદ્ધમાં ઘરના દરેક પૂર્વજ માટે આ દિવસે પૂજા કરવામાં આવે છે

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ સર્વ પિતૃ અમાસનું મહત્ત્વ સમજાવ્યું છે. શ્રાદ્ધમાં ઘરના દરેક પૂર્વજ માટે આ દિવસે પૂજા કરવામાં આવે છે. આ વિશે ઇન્સ્ટાગ્રામ પર શિલ્પાએ લખ્યું હતું કે ‘આજે સર્વ પિતૃ અમાસ છે. આજના દિવસે આપણે આપણા પૂર્વજો માટે પૂજા કરીએ છીએ. એવું કહેવામાં આવે છે કે આપણા જન્મથી જ આપણે ત્રણ બાબતની કિંમત ચૂકવવાની હોય છે. આપણા પર ડિવાઇન પાવરનું, ઋષિઓ અને પિતૃનું દેવું હોય છે. તેમને યાદ કરીને તેમની પૂજા કરીને આપણને લાઇફમાં આગળ વધવામાં મદદ મળે છે. મેઘ નક્ષત્ર ખૂબ જ પાવરફુલ નક્ષત્ર છે, કારણ કે એનું સ્પેશ્યલ કનેક્શન આપણા પિતૃઓ સાથે છે. આ પૂજા કરવાથી આપણા પૂર્વજોને મુક્તિ મળે છે અને એ મળ્યા બાદ તેમના આશીર્વાદ આપણા પર બનેલા રહે છે. આપણા પૂર્વજો બીજી તરફથી આપણને જોતા હોય છે. જો આપણે લાઇફમાં તેમને મદદ કરવા માટે વિનંતી કરીએ તો તેઓ જરૂર કરે છે. આથી આપણે આપણા પૂર્વજોની પૂજા કરવી જોઈએ અને તેઓ આપણને મદદ કરી શકે એ માટે વિનંતી કરવી જોઈએ. આપણે તો ફક્ત તેમને યાદ કરવાના હોય છે.’

