Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘શહઝાદા’નો પહેલા દિવસનો બિઝનેસ ફક્ત ૬ કરોડ

‘શહઝાદા’નો પહેલા દિવસનો બિઝનેસ ફક્ત ૬ કરોડ

19 February, 2023 11:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉક્સ-ઑફિસ પર હજી પણ શાહરુખ ખાનની ‘પઠાન’ દરેક ફિલ્મને ટક્કર આપી રહી છે

‘શહઝાદા’નું પોસ્ટર

‘શહઝાદા’નું પોસ્ટર


​કાર્તિક આર્યનની ‘શહઝાદા’નો પહેલા દિવસનો બિઝનેસ ફક્ત ૬ કરોડ રૂપિયા થયો છે. બૉક્સ-ઑફિસ પર હજી પણ શાહરુખ ખાનની ‘પઠાન’ દરેક ફિલ્મને ટક્કર આપી રહી છે. ‘શહઝાદા’ની રિલીઝના પહેલા દિવસે એક પર એક ટિકિટ ફ્રી આપવામાં આવી હતી. આ ટિકિટની ઑફર છતાં ફિલ્મનો બિઝનેસ ખૂબ ઓછો થયો છે. પહેલા દિવસે ૬ કરોડના બિઝનેસ બાદ ગઈ કાલે મહાશિવરાત્રિ નિમિત્તે અને આજે રવિવાર હોવાથી ફિલ્મ સારો બિઝનેસ કરે એવી આશા છે. આ ફિલ્મને વીક-એન્ડમાં એક સારા બૂસ્ટની જરૂર છે. ફિલ્મમાં કાર્તિક આર્યનને બાદ કરવામાં આવે તો ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સફળ રહે એ મુશ્કેલ છે. આથી ફિલ્મ ૬ કરોડનો બિઝનેસ કર્યો એ પણ ફક્ત અને ફક્ત કાર્તિકના દમ પર છે. જોકે આ ફિલ્મને તેણે પોતે પ્રોડ્યુસ કરી છે.

કાર્તિક આર્યને તેની ફિલ્મ સારી જાય એ માટે સિદ્ધિવિનાયકની મુલાકાત લીધી હતી. એ દરમ્યાન તેણે કારને રૉન્ગ સાઇડમાં પાર્ક કરી હોવાથી મુંબઈ પોલીસે તેને ચલાન આપ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2023 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK