Shefali Jariwala death: ‘કાંટા લગા ગર્લ’ તરીકે જાણીતી શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની વયે નિધન થયું છે; હોસ્પિટલ મળવા પહોંચેલા Bigg Boss 13ના આ સ્પર્ધકને શેફાલીએ માન્યો હતો ભાઈ; દર વર્ષે રાખડી બાંધતી હતી હિંદુસ્તાની ભાઉને
શેફાલી જરીવાલા, હિંદુસ્તાની ભાઉ
બોલિવૂડ (Bollywood) અભિનેત્રી અને ‘કાંટા લગા ગર્લ’ (Kaanta Laga Girl) શેફાલી જરીવાલા (Shefali Jariwala)નું શુક્રવારે મોડી રાત્રે અવસાન થયું. તેણે મુંબઈ (Mumbai)ની કૂપર હોસ્પિટલ (Cooper Hospital)માં અંતિમ શ્વાસ લીધા. અભિનેત્રીને હોસ્પિટલમાં મળવા તેનો રાખડી ભાઈ હિંદુસ્તાની ભાઉ (Hindustani Bhau) પહોંચ્યો હતો અને તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો.
બિગ બોસ ૧૩ (Bigg Boss 13)ના ઘરમાં જોવા મળેલી ‘કાંટા લગા ગર્લ’ શેફાલી જરીવાલાને બિગ બોસના ઘરમાં હિન્દુસ્તાની ભાઉ ઉર્ફ વિકાસ પાઠક (Vikas Pathak)નો ખુબ સાથ મળ્યો હતો. ત્યારથી બન્ને વચ્ચે બહુ સારું બોન્ડ હતું. હિન્દુસ્તાની ભાઉ ઉર્ફ વિકાસ પાઠકને શેફાલી જરીવાલા ભાઈ માનતી હતી. અભિનેત્રી દર વર્ષે યુટ્યુબર (YouTuber)ને રાખડી બાંધતી હતી.
ADVERTISEMENT
શેફાલી જરીવાલા અને હિન્દુસ્તાની ભાઉ એક ખાસ બોન્ડ શૅર કરે છે. દરેક રક્ષાબંધન પર શેફાલી જરીવાલા તેના માનેલા ભાઈને રાખડી બાંધતી અને તેની તસવીર પણ સોશ્યલ મીડિયા (Social Media) પર શૅર કરતી હતી.
બોલિવૂડ પાપારાઝી વિરલ ભાયાનીએ તેના પેજ પર ‘કાંટા લગા ગર્લ` શેફાલી જરીવાલા અને રાખડી બ્રધરનો એક ફોટો શેર કરવામાં આવ્યો છે, જેમાં તે હિન્દુસ્તાની ભાઉ તરીકે જાણીતા વિકાસ પાઠકને રાખડી બાંધતી જોવા મળી રહી છે. વાસ્તવમાં, તે બંને બિગ બોસના ઘરમાં સાથે હતા, આ સમય દરમિયાન તેમનું બંધન મજબૂત બન્યું અને બિગ બોસના ઘરમાંથી બહાર નીકળ્યા પછી પણ, તેમનો ભાઈ-બહેનનો સંબંધ મજબૂત રહ્યો. શેફાલી દરેક રક્ષાબંધન પર તેને રાખડી બાંધતી હતી અને તેની સાથે એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં બંને ભાઈ-બહેનો વચ્ચેનો બંધન ખૂબ જ મજબૂત દેખાય છે.
View this post on Instagram
શેફાલી જરીવાલાના નિધનના સમાચાર મળતાં જ રાખડી ભાઈ હિન્દુસ્તાની ભાઉ તેને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો.
તમને જણાવી દઈએ કે, હિન્દુસ્તાની ભાઉ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જે બિગ બોસ ૧૩માં પણ જોવા મળી ચૂક્યા છે. તે શો નહોતો જીત્યો પણ તેણે લોકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું. તેનું સાચું નામ વિકાસ જયરામ પાઠક છે, તે સોશિયલ મીડિયા પર દરેક મુદ્દા પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપવા માટે જાણીતો છે. વિકાસ સાતમા ધોરણમાં એક હોટલમાં વેઈટર તરીકે કામ કરતો હતો, એટલું જ નહીં, આર્થિક તંગીને કારણે તે ઘરે ઘરે જઈને ધૂપદાની વેચતો હતો. આ પછી, તેણે એક મરાઠી અખબારમાં પણ કામ કર્યું અને તેને ૨૦૧૧ માં શ્રેષ્ઠ ક્રાઈમ રિપોર્ટરનો ખિતાબ પણ મળ્યો. આ પછી, તેણે ૨૦૧૪ માં હિન્દુસ્તાની ભાઉ નામ સાથે પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને ધીમે ધીમે તેમાંથી લોકપ્રિયતા મેળવી, તે અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt)ની મિમિક્રી પણ કરે છે.


