સોનાક્ષીનાં લગ્નને કાયદેસર ગણાવીને શત્રુઘ્ન સિંહાએ કહ્યું...
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે સાત વર્ષ રિલેશનમાં રહ્યા બાદ ૨૩ જૂને રજિસ્ટર્ડ મૅરેજ કર્યાં હતાં. સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહા હવે તેમનાં લગ્નને કાયદેસર અને બંધારણ પ્રમાણે થયાં હોવાનું કહે છે. દીકરીના પડખે ઊભા રહેવાનું જણાવીને શત્રુઘ્ન સિંહા તે બન્નેને મેડ ફૉર ઈચ અધર પણ કહે છે. તેમનાં લગ્ન વિશે શત્રુઘ્ન સિંહા કહે છે, ‘જો બાળકો લગ્ન કરે તો એ ગેરકાયદે કે બંધારણની વિરુદ્ધમાં ન હોય. તેમણે પોતાની મરજીથી અને અમારા આશીર્વાદ સાથે લગ્ન કર્યાં છે. એ પ્રશંસનીય છે. મારા સિવાય મારી દીકરીના પડખે કોણ ઊભું રહે? મારી વાઇફ પૂનમ સિંહા અને મેં સાથે મળીને તેમનાં લગ્નને સેલિબ્રેટ કર્યાં છે. બાળકોની ખુશી માટે પેરન્ટ્સ હંમેશાં તેમની સાથે હોય છે. હું તેમને મેડ ફૉર ઈચ અધર કહું છું.’