Saif Ali Khanના દીકરા ઇબ્રાહિમ અલી ખાને બૉલિવૂડમાં નાદાનિયાં દ્વારા ડેબ્યૂ કર્યો છે. રિલીઝ બાદ દર્શકો તરફથી ફિલ્મને ખાસ રિસ્પૉન્સ મળ્યો નહોતો. અનેક લોકોએ ઇબ્રાહિમ અને ખુશી કપૂરની એક્ટિંગ માટે પણ તેમને ટ્રોલ કર્યા હતા.
શર્મિલા ટાગોર (ફાઈલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- નાદાનિયાં દ્વારા ઇબ્રાહિમ અલી ખાને કર્યો ડેબ્યૂ
- ફિલ્મની સ્ટોરી અને એક્ટિંગને કરી ટ્રોલ
- હવે શર્મિલા ટાગોરે પણ શૅર કર્યો પોતાનો રિવ્યૂ
Saif Ali Khanના દીકરા ઇબ્રાહિમ અલી ખાને બૉલિવૂડમાં નાદાનિયાં દ્વારા ડેબ્યૂ કર્યો છે. રિલીઝ બાદ દર્શકો તરફથી ફિલ્મને ખાસ રિસ્પૉન્સ મળ્યો નહોતો. અનેક લોકોએ ઇબ્રાહિમ અને ખુશી કપૂરની એક્ટિંગ માટે પણ તેમને ટ્રોલ કર્યા હતા. હવે એક્ટરની દાદી અને હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોરે પણ ફિલ્મને ખરાબ કહી છે.
દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર (Sharmila Tagore) ફરી એકવાર ચર્ચામાં છે. લગભગ 14 વર્ષ પછી તેમણે બંગાલી સિનેમામાં કમબૅક કર્યું છે અને તેમની નવી ફિલ્મ `પુરાતન` 11 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે
ADVERTISEMENT
ફિલ્મને દર્શકોનો જબરજસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે અને સમીક્ષકો પણ તેમની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એક ઈન્ટરવ્યૂ દરમિયાન શર્મિલા ટાગોરે પોતાની ફિલ્મની સાતે સાથે પોતાના પૌત્ર-પૌત્રી એટલે કે સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાનના કરિઅર વિશે પણ મુક્ત મને વાતો કરી છે.
ઇબ્રાહિમની ફિલ્મ પર શર્મિલા ટાગોરની રાય
સૈફ અલી ખાનના કામને જોતા ચાહકોને ઇબ્રાહિમ અલી ખાન પાસેથી પણ ઘણી આશાઓ હતી. એવામાં દર્શકોની આશાઓ પર ખરા ઉતરવામાં અભિનેતા નિષ્ફળ થઈ ગયો હતો. શર્મિલા ટાગોરને જ્યારે ઇબ્રાહિમ અલી ખાનના બૉલિવૂડ ડેબ્યૂને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કોઈપણ પ્રકારના સંકોચ વગર સ્પષ્ટપણે પોતાની વાત રજૂ કરી.
શર્મિલાએ કહ્યું, "ઇબ્રાહિમ ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો છે અને તેણે પોતાનું પાત્ર પણ સારી રીતે ભજવ્યું છે. તેણે પૂરતી મહેનત કરી છે. પણ સાચું કહું તો ફિલ્મ એટલી સારી નહોતી. આ વાતો કદાચ પબ્લિકલી ન કહેવી જોઈએ, પણ મને લાગે છે કે આખરે ફિલ્મ જ દળદાર હોવી જોઈએ."
સારા અલી ખાનની કારકિર્દી અંગે અપડેટ આપવામાં આવ્યું
તે જ સમયે, શર્મિલા ટાગોરે તેમની પૌત્રી સારા અલી ખાનની મહેનત અને ક્ષમતા અંગે સકારાત્મક પ્રતિભાવ આપ્યો. તેમણે કહ્યું, "સારા એક સારી કલાકાર છે. તે ખૂબ જ મહેનતુ છે અને ઘણું બધું કરી શકે છે. તેની પાસે પ્રતિભા છે અને તે સતત પોતાને સાબિત કરી રહી છે."
એક ઇન્ટરવ્યુમાં શર્મિલા ટાગોરે `પુરાતન` વિશે કહ્યું હતું કે આ તેમની છેલ્લી બંગાળી ફિલ્મ હોઈ શકે છે. "મને કોલકાતા અને બંગાળી સિનેમા ખૂબ ગમે છે, પણ હું પહેલા જેટલો ફિટ નથી. લાંબા શૂટિંગ શેડ્યૂલ હવે મારા માટે મુશ્કેલ છે. તેથી, આ મારી છેલ્લી બંગાળી ફિલ્મ હોઈ શકે છે," તેમણે કહ્યું.
નાદાનિયાં બાદ ઇબ્રાહિમ અને ખુશીને ટ્રોલ કરવામાં આવ્યા હતા
નાદાનિયાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ફિલ્મમાં બે પ્રેમીઓની વાર્તા બતાવવામાં આવી હતી. ફિલ્મમાં દર્શકોને ઇબ્રાહિમ અને ખુશી પસંદ ન આવ્યા. ઘણા લોકોએ બંનેને અભિનય શીખવાની સલાહ પણ આપી. ઘણા સેલેબ્સે ફિલ્મની ખામીઓ વિશે વાત કરી હતી.
આ ફિલ્મમાં જુગલ હંસરાજ, મહિમા ચૌધરી, ડી મિર્ઝા અને સુનીલ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. જોકે, કરણ જોહર સહિત ઘણા લોકોએ પણ ઇબ્રાહિમ અને ખુશીનો બચાવ કર્યો.

