Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Shamshera Trailer: `શમશેરા` બનીને રણબીર કપૂર લોકોને અપાવશે આઝાદી

Shamshera Trailer: `શમશેરા` બનીને રણબીર કપૂર લોકોને અપાવશે આઝાદી

24 June, 2022 01:50 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મ શમશેરામાં રણબીર કપૂર સિવાય સંજય દત્ત, વાણી કપૂર લીડ રોલમાં હશે અને આનું ડિરેક્શન કરણ મલ્હોત્રાએ કર્યું છે. જાણો કેવું છે ફિલ્મનું ટ્રેલર

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


Shamshera Trailer: અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) ફિલ્મ `સંજૂ` પછી `શમશેરા` દ્વારા મોટા પડદા પર લગભગ ચાર વર્ષ પછી કમબૅક કરી રહ્યો છે. તેની ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમાં થોડોક ડિસ્કાઉન્ટ આપતા મેકર્સે આનું ટ્રેલર આજે એટલે કે 24 જૂને રિલીઝ કરી દીધો છે. ફિલ્મ શમશેરામાં રણબીર કપૂર સિવાય સંજય દત્ત, વાણી કપૂર લીડ રોલમાં હશે અને આનું ડિરેક્શન કરણ મલ્હોત્રાએ કર્યું છે. જાણો કેવું છે ફિલ્મનું ટ્રેલર

કેવું છે ટ્રેલર?
ફિલ્મ શમશેરાના ટ્રેલરમાં રણબીર કપૂર ડાકૂ પણ  છે અને આઝાદ પણ. આ સ્ટોરી 1871ના દાયકાની છે, જ્યારે ડાકૂઓ અંગ્રેજો પાસે પોતાના અધિકારો અને આઝાદીની લડાઈ લડતા હતા. સંજય દત્ત આમાં વિલેનના રોલમાં છે અને તેમણે ઑફિસર શુદ્ધ સિંહનું પાત્ર ભજવ્યું છે. જે ગરીબ અને લાચાર લોકો પર કહેર વરસાવે છે. ટ્રેલર શરૂ થાય છે શમશેરાની સ્ટોરીથી. જે કહેતો હતો કે ગુલામી કોઈની પણ સારી નથી હોતી અને આઝાદી તમને કોઈ આપતું નથી. આઝાદી છીનવવી પડે છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે વિસ્તારમાં નવો લૂંટારો આવ્યો છે અને તે લૂંટારો અન્ય કોઈ નહીં પણ શમશેરા છે. વાણી કહે છે કે ગોરી સત્તા સામે આ એકલા હાથે લડશે, પાગલ થઈ ગયો છે કે? રણબીર કહે છે એકલો ક્યાં આખી ફોજ છે. બ્રિટિશર્સ શમશેરાથી કંટાળીને ઑફિસર શુદ્ધ સિંહને બોલાવે છે. ટ્રેલરમાં સંજય દત્ત અને રણબીર કપૂર વચ્ચે ફાઇટ સીન પણ જોવા મળશે. શમશેરા નિડર છે, હવે તે કેવી રીતે લોકોને જુલમથી બચાવશે? આ હોઈ શકે છે ફિલ્મની સ્ટોરી.




ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
રણબીર કપૂર સ્ટારર ફિલ્મની શૂટિંગ લદ્દાખમાં થયું છે. દર્શકોની સામે રણબીર કપૂર હવે એક અલગ અંદાજમાં જોવા મળશે. અત્યાર સુધી તેમની બધી ફિલ્મોમાં એક્ટરની ચૉકલેટી બૉયવાળી ઇમેજ જળવાયેલી છે. તો સંજય દત્તનો લૂક ફિલ્મ કેજીએફ 2માં તેના લૂક જેવો છે. હાલ ચાહકો માટે આનંદની વાત એ છે કે ફિલ્મ 22 જુલાઈના સિનેમાઘરોમાં રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2022 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK