આ ફિલ્મ બ્લૅક મૅજિક પર આધારિત છે
અજય દેવગન
અજય દેવગન અને આર. માધવન સુપર નૅચરલ થ્રિલર ફિલ્મ ‘શૈતાન’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ ૮ માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મ બ્લૅક મૅજિક પર આધારિત છે. ફિલ્મમાં તેમની સાથે જ્યોતિકા અને જાનકી બોડીવાલા પણ દેખાશે. આ ફિલ્મનું પોસ્ટર શૅર કરવામાં આવ્યો છે. એમાં પૂતળાં દેખાય છે, જે મુખ્યત્વે કાળો જાદુ કરવામાં વાપરવામાં આવે છે. ફિલ્મને અજય દેવગન, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠકે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય દેવગને કૅપ્શન આપી હતી, ‘ફિલ્મ ‘શૈતાન’ તમારા માટે આવી રહી છે. ૨૦૨૪ની ૮ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે.’

