Shahrukh Khan starrer film ‘Jawan’ to release in theaters in Japan: આ ફિલ્મને નેટફ્લિક્સ પર પણ સ્ટ્રીમ કરવામાં આવી રહી છે.
એસઆરકેની જવાનનું જાપાનીઝ પોસ્ટર
રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બૅનર હેઠળ બનેલી બૉલિવૂડના કિંગ ખાન સ્ટારર ફિલ્મ જવાને’ને રિલીઝ (Shahrukh Khan starrer film ‘Jawan’ to release in theaters in Japan) થતાં જ થિયેટરમાં ધૂમ મચાવી દીધી હતી. દમદાર ઍક્શનથી ભરપૂર અને શાનદાર સ્ટોરીને કારણે ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા અને બૉક્સ ઑફિસ કલેક્શનના અનેક રેકોર્ડ તોડ્યા હતા. શાહરુખ ખાનની ફિલ્મ જવાનના લોકોમાં વધતાં ક્રેઝને કારણે હવે આ ફિલ્મ જાપાનમાં 29 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની છે.
‘જવાન’ 29 નવેમ્બર, 2024 ના રોજ જાપાન તેના ગ્રાન્ડ રિલીઝ માટે તૈયાર છે, ભારતમાં અને વિશ્વભરમાં રેકોર્ડ તોડ્યા પછી ફિલ્મ હવે જાપાનના દર્શકોમાં પણ જાદુ વિખેરવા માટે તૈયાર છે. આ ફિલ્મ જાપાનમાં (Shahrukh Khan starrer film ‘Jawan’ to release in theaters in Japan) પણ પોતાની મજબૂત છાપ છોડવા જઈ રહી છે. આ રોમાંચક જાહેરાત કરવા માટે, શાહરુખ ખાને સોશિયલ મીડિયાનો સહારો લીધો અને એક ખાસ પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું “ન્યાયની વાર્તા… બદલાની… વિલન અને હીરોની… એક યુવાની વાર્તા… જાપાનના થિયેટરોમાં પહેલીવાર આવી રહી છે!!! તેથી એક પ્રશ્ન રહે છે - તૈયાર છો? તમે બધાને ગમતી આગ અને ક્રિયા જાપાનમાં મોટા પાયે આવી રહી છે! #Jawan જાપાનમાં 29મી નવેમ્બર 2024ના રોજ રિલીઝ થશે!”
ADVERTISEMENT
Ek kahani justice ki...vengeance ki...villain aur hero ki...
— Shah Rukh Khan (@iamsrk) September 12, 2024
Ek kahani Jawan ki...
Aa rahi hai Japan ke theatres mein pehli baar!!!
Toh ab reh gaya bas ek sawaal- Ready-ah?
The fire & action you all loved is making a massy massy massy arrival in Japan!#Jawan hits the screens… pic.twitter.com/7IVUQlvguP
જવાન 2023 માં સૌથી સફળતા ફિલ્મ રહી હતી. ફિલ્મે તે વર્ષે અન્ય બીજી કોઈપણ ભારતીય ફિલ્મ કરતાં બૉક્સ ઑફિસ પર વધુ કમાણી કરી હતી. તે બીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ (Shahrukh Khan starrer film ‘Jawan’ to release in theaters in Japan) અને છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. આ ફિલ્મ જાપાનીઝ ભાષામાં રિલીઝ થવાની છે. ભારતની ફિલ્મોને જાપાનમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ પહેલા આરઆરઆર ફિલ્મને પણ જાપાનમાં રિલીઝ કરવામાં આવી હતી.
આ ફિલ્મને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને શાહરુખ ખાનના બર્થ-ડેના દિવસે નેટફ્લિક્સ પર હિન્દી, તામિલ અને તેલુગુમાં એક્સટેન્ડેડ કટ સાથે રિલીઝ કરવામાં આવી હતી. સ્ટ્રીમ થવાની શરૂ થયાના ૨૦ દિવસની અંદર આ ફિલ્મ ભારતમાં અત્યાર સુધીની નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની ગઈ હતી. આ વિશે શાહરુખ ખાને (Shahrukh Khan starrer film ‘Jawan’ to release in theaters in Japan) કહ્યું કે ‘મને એ જણાવતાં ખુશી થાય છે કે ભારતમાં ‘જવાન’ નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને દર્શકોએ જે પ્રેમ અને સપોર્ટ આપ્યો છે એનો આભાર માનતાં અને આ ફિલ્મનો એક્સટેન્ડેડ કટ રિલીઝ કર્યો હતો. નેટફ્લિક્સના દર્શકો દ્વારા જે રિસ્પૉન્સ આપવામાં આવ્યો છે એ ખૂબ જ અદ્ભુત છે. ‘જવાન’ માત્ર એક ફિલ્મ નથી પરંતુ આ એક સ્ટોરીટેલિંગ, પૅશન અને આપણા સિનેમાનું સેલિબ્રેશન છે. નેટ્ફ્લિક્સ પર એની સફળતાને લઈને મને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે.’

