નૌસેના પ્રમુખે યુદ્ધાભ્યાસ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપી માહિતી
પ્રતીકાત્મક તસવીર
ભારતીય નૌસેનાએ શનિવારે અરબી સમુદ્રમાં પોતાના યુદ્ધાભ્યાસોને ગતિ આપી છે. આ અભ્યાસોનો ઉદ્દેશ ક્ષેત્રમાં ઑપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. આ યુદ્ધાભ્યાસ પર નૌસેના પ્રમુખ ઍડ્મિરલ દિનેશ કે. ત્રિપાઠીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના સરકારી આવાસ પર એક કલાક સુધી મુલાકાત કરી હતી જેમાં નૌસેનાની હાલની તૈયારીઓ અને એના ઍક્ટિવનેસ પર માહિતી આપી હતી. આ અભ્યાસ દરમ્યાન નૌસેનાએ પોરબંદર નજીક અનેક લાઇવ ફાયરિંગ-ડ્રિલ પણ હાથ ધરી હતી. ત્રીજી મેથી શરૂ થયેલો આ અભ્યાસ સાતમી મે સુધી ચાલુ રહેશે જેમાં ઍન્ટિ-શિપ અને ઍન્ટિ-ઍરક્રાફ્ટ ફાયરિંગનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં કોઈ પણ અસામાન્ય ગતિવિધિ સામે નૌકાદળનાં યુદ્ધજહાજો સંપૂર્ણ સતર્ક છે.


