આ વાઘનું વજન આશરે ૩૦૦ કિલોગ્રામ અને લંબાઈ આશરે સાત ફુટ જેટલી હોવાનું અનુમાન છે. સ્થાનિક વન્યપ્રેમીઓએ અને ટૂરિસ્ટોએ એનું નામ હરક્યુલસ રાખ્યું છે. એ એશિયાનો સૌથી મોટો ટાઇગર પણ બની શકે છે.
આ વાઘ એશિયાનો સૌથી જાયન્ટ ટાઇગર હોઈ શકે છે
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલા જિમ કૉર્બેટ નૅશનલ પાર્કના ફાટો ઝોનમાં અત્યાર સુધીનો સૌથી વિશાળ વાઘ જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વાઘનો વિડિયો વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વાઇરલ થયો છે, જેમાં દેખાય છે કે એક વિશાળ વાઘ કૅમેરાની ફ્રેમમાં જમણી તરફથી આવીને ડાબી તરફ જઈ રહ્યો છે. આ વાઘનું વજન આશરે ૩૦૦ કિલોગ્રામ અને લંબાઈ આશરે સાત ફુટ જેટલી હોવાનું અનુમાન છે. સ્થાનિક વન્યપ્રેમીઓએ અને ટૂરિસ્ટોએ એનું નામ હરક્યુલસ રાખ્યું છે. એ એશિયાનો સૌથી મોટો ટાઇગર પણ બની શકે છે.


