આ બન્નેએ ૨૦૧૫માં અરેન્જ-મૅરેજ કર્યાં હતાં
મીરા રાજપૂત, શાહિદ કપૂર
શાહિદ કપૂરે જણાવ્યું કે તેનાં લગ્ન વખતે તેના ઘરમાં માત્ર એક પ્લેટ અને બે ચમચી હતી. એટલે તેની વાઇફ મીરા રાજપૂતે ફરિયાદ કરી હતી. આ બન્નેએ ૨૦૧૫માં અરેન્જ-મૅરેજ કર્યાં હતાં. બન્નેની ઉંમરમાં ૧૩ વર્ષનો ફરક છે. એ વાતને લઈને શાહિદને શરૂઆતમાં ખૂબ અજીબ લાગતું હતું. તે વિચારતો હતો કે તે ઉંમરમાં ખૂબ નાની છે, પરંતુ જ્યારે તેની સાથે વાતચીત શરૂ થઈ ત્યારે તેને અહેસાસ થયો કે તે ખૂબ મૅચ્યોર છે. મીરા સાથે લગ્ન બાદ કેવી રીતે તેમણે ધીમે-ધીમે સામાન વસાવ્યો એ વિશે શાહિદે કહ્યું કે ‘અમારાં જ્યારે લગ્ન થયાં એના થોડા સમય પહેલાં જ હું નવા ઘરમાં શિફ્ટ થયો હતો. લગ્ન બાદ મીરા જ્યારે આ ઘરમાં આવી ત્યારે તેની ઘણીબધી ફરિયાદ હતી. તેણે મને પૂછ્યું કે ઘરમાં એક પ્લેટ અને બે ચમચી જ છે. તું કેવી રીતે રહે છે? ત્યારે મેં જવાબ આપ્યો હતો કે હું તો એકલો જ હતો. તેણે કહ્યું કે ઘરમાં સેટ પણ નથી. જો મહેમાન આવે તો શું કરવાનું, તેમને શેમાં સર્વ કરવાનું? મેં જવાબ આપ્યો કે ખબર નહીં, બહારથી ઑર્ડર આપત. હવે આપણું આ નવું ઘર છે, તો તારી મરજી પ્રમાણે બધું વસાવીશું. તે ખૂબ ખુશ હતી. આ મકાન પરિવારથી બનેલું છે અને એને સજાવવા માટે અમે બન્નેએ મહેનત કરી છે.’


