શાહરુખ ખાનની પઠાણની ઓટીટી રિલીઝ ડેટની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. પણ હવે આ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટની જાહેરાત થઈ ચૂકી છે.

પઠાણ (ફાઈલ તસવીર)
શાહરુખ ખાનના (Shah Rukh Khan) ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. બ્લૉકબસ્ટર ફિલ્મ `પઠાણ`ની ઓટીટી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી ગઈ છે. સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત ફિલ્મ `પઠાણ` વિશે કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ 22 માર્ટના રોજ ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ તમે એમેઝૉન પ્રાઈમ ઉપર જોઈ શકો છે. આ રીતે એ ચાહકો માટે આ ફિલ્મની ઓટીટી રિલીઝ કોઈ ટ્રીટથી ઓછી નથી, જે અત્યાર સુધી શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમની ફિલ્મને થિયેટરમાં જોઈ શક્યા નથી. `પઠાણ` યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી એ સ્પાઇ એક્શન ફિલ્મ છે. પઠાણમાં સલમાન ખાનનો કેમિયો રોલ પણ જોવા મળે છે. પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે પોતાના 50 પણ પૂરા કરી લીધા છે.
શાહરુખ ખાનની `પઠાણ` હિન્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે. જો કે, એમેઝૉન પ્રાઈમ વીડિયોએ આની ઓટીટી રિલીઝ ડેટને લઈને હજી સુધી કોઈ અધિકારિક માહિતી આપી નથી. પણ સૂત્રો પ્રમાણે માનવામાં આવે છે કે પઠાણ `ઓટીટી` પર 22 માર્ચના રિલીઝ થવા જઈ રહી છે.
આ પણ વાંચો : શાહરુખની ‘જવાન’નો વિડિયો થયો લીક
જો તમારો ઈરાદો ઓટીટી પર `પઠાણ` જોવાનો છે તો તમારે એમેઝૉન પ્રાઈમ વીડિયોઝનું સબ્સ્ક્રિપ્શન ખરીદવાનું રહેશે. કારણકે આ પિલ્મ એમેઝૉન પ્રાઈમ વીડિયોઝ પર રિલીઝ થવાની છે. એમેઝૉન પ્રાઈમ વીડિયોનું એન્યુઅલ પ્લાન 1499 રૂપિયામાં આવે છે. જો તમે માસિક સબ્સ્ક્રિપ્શન ઇચ્છો છો તો આ માટે તમારે 179 રૂપિયા ચૂકવવાના રહેશે. તેના પછી તમે ફિલ્મને ઓટીટી પર જોઈ શકશો.