ગઈ કાલે પણ તેણે પોતાના ફોટો શૅર કર્યા હતા
સારા અલી ખાન
સારા અલી ખાન તેના ફૅશન-ગોલ્સથી લોકોને આકર્ષિત કરે છે. સોશ્યલ મીડિયામાં તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફની ઝલક દેખાડે છે. લોકો પણ તેના લુકથી ઇમ્પ્રેસ થાય છે. ગઈ કાલે પણ તેણે પોતાના ફોટો શૅર કર્યા હતા. તેના થાઇ હાઇ સ્લિટ ગાઉનની સ્લીવ્ઝ પર ફેધર વર્ક કરેલું હતું. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘એકસમાન વિચાર ધરાવતા લોકો હંમેશાં સાથે હોય છે. હું કોઈ પક્ષી કે તેમની જેમ એક જૂથમાં રહેવાનું પસંદ નથી કરતી. એકલી ફરું છું. પોતાને માટે એકલાં જ પૂરતાં છો. હૅપી વીક-એન્ડ.’

