હાલમાં સારાએ વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ પર ગંગાઆરતી કરી હતી. સારાએ કરેલી આરતીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
સારા અલી ખાન
સારા અલી ખાન ધર્મમાં ભારે આસ્થા ધરાવે છે. તેને મંદિરોમાં દર્શન કરવાનું ગમે છે. હાલમાં સારાએ વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ પર ગંગાઆરતી કરી હતી. સારાએ કરેલી આરતીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. સારા હાલમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘પતિ પત્ની ઔર વો 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને આ શેડ્યુલ દરમ્યાન તેને તક મળતાં તેણે ગંગાઆરતીનો લાભ લીધો હતો.


