અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત રોમૅન્ટિક ફિલ્મ ‘મેટ્રો... ઇન દિનો’માં ચાર અલગ-અલગ ઉંમરની જોડીઓની વાર્તા છે.
‘મેટ્રો... ઇન દિનો’ અને `સૉન્ગ્સ ઑફ પૅરૅડાઇઝ`
મેટ્રો... ઇન દિનોં
અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત રોમૅન્ટિક ફિલ્મ ‘મેટ્રો... ઇન દિનો’માં ચાર અલગ-અલગ ઉંમરની જોડીઓની વાર્તા છે. આ ફિલ્મમાં સારા અલી ખાન, આદિત્ય રૉય કપૂર, અનુપમ ખેર, નીના ગુપ્તા, અલી ફઝલ, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી અને ફાતિમા સના શેખે મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સરેરાશ રહી છે અને હવે તે આ શુક્રવારે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
ADVERTISEMENT
સૉન્ગ્સ ઑફ પૅરૅડાઇઝ
આ ફિલ્મમાં સબા આઝાદ મહાન કાશ્મીરી ગાયિકા રાજ બેગમનું પાત્ર ભજવે છે અને સોની રાઝદાને પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ રાજ બેગમની પર્સનલ જર્નીને રજૂ કરે છે સાથે જ એ મહિલાઓની વાર્તા પણ દર્શાવે છે જેમણે સામાજિક અવરોધો તોડવાની અને રૂઢિગત સમાજ દ્વારા સ્થાપિત પરંપરાઓને પડકારવાની હિંમત દેખાડી. આ ફિલ્મ શુક્રવારે પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે.


