Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `જેને લગ્ન કરવા હોય તે સારા સાથે કામ કરે`, વિકી કૌશલે આવું કેમ કહ્યું? જાણો

`જેને લગ્ન કરવા હોય તે સારા સાથે કામ કરે`, વિકી કૌશલે આવું કેમ કહ્યું? જાણો

Published : 22 May, 2023 10:25 AM | Modified : 22 May, 2023 10:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સારા અલી ખાન(Sara Ali khan)એ કહ્યું કે તેના બધા કો-સ્ટાર્સ ભાગી જાય છે. તેણે વિકી કૌશલ (Vicky Kaushal)નો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ ચોથો અભિનેતા છે જે ફિલ્મ બાદ...

સારા અલી ખાન અને વિકી કૌશલ

સારા અલી ખાન અને વિકી કૌશલ


સારા અલી ખાન (Sara Ali Khan)અને વિકી કૌશલ(Vicky Kaushal)આ દિવસોમાં ફિલ્મ `જરા હટકે જરા બચકે`(Zara hatke zara bachke)માટે લાઈમલાઈટમાં છે. આ ફિલ્મ થોડા દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મના પ્રમોશનને વેગ મળ્યો છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સારા અને વિકીએ પાપારાઝીના સવાલોના જવાબો આપીને મસ્તી કરી હતી.


`જરા હટકે જરા બચકે` એક એવા પતિ-પત્નીની વાર્તા છે જે લગ્ન પહેલા ઊંડો પ્રેમ કરતા હતા, પરંતુ લગ્ન પછી આ પ્રેમ ઝઘડામાં ફેરવાઈ જાય છે. સારા અને વિકી કૌશલ ફિલ્મમાં પતિ-પત્ની છે. કોમેડી અને રોમાન્સથી ભરપૂર આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત સારા અને વિકીએ તાજેતરમાં એક મજાની વાત કહી.



ટ્રેલર લૉન્ચના અવસર પર સારાએ મજાકમાં કહ્યું કે તેના બધા કો-સ્ટાર્સ ભાગી કેમ જાય છે. વિકી કૌશલ (Sara Ali Khan on Vicky kaushal wedding)તરફ ઈશારો કરતાં તેણે કહ્યું કે આ ચોથો એક્ટર છે જે મારી સાથે શૂટિંગ કર્યા પછી લગ્ન કરી લીધા છે. આના પર વિકીએ કહ્યું કે જે લગ્ન કરવા માંગે છે તેણે સારા સાથે કામ કરવું જોઈએ.


આ પણ વાંચો: VIDEO:કેટરિનાથી સારી મળી તો ડિવોર્સ લેશો?! વિકીના જવાબે બધાને ચોંકાવી દીધા

નોંધનીય છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન 9 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા. આ પહેલા સારાએ રણવીર સિંહ સાથે `સિમ્બા`, વરુણ ધવન સાથે `કુલી નંબર 1` અને વિક્રાંત મેસી સાથે `ગેસલાઈટ`માં કામ કર્યું હતું. આ તમામ કલાકારોએ લગ્ન કરી લીધા છે.


ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે?
સારા અલી ખાન અને વિકી કૌશલની આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેના નિર્માતા દિનેશ વિજન છે. આ ફિલ્મ 2 જૂને રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2023 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK