વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ `ઝરા હટકે ઝરા બચકે` (Zara Hatke Zara Bachke)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. એક રસપ્રદ ફેમિલી મનોરંજક, આ ફિલ્મ કપિલ અને સૌમ્યાની લવસ્ટોરી દર્શાવે છે.
ફાઈલ તસવીર
વિકી કૌશલ (Vicky Kaushal) અને સારા અલી ખાનની (Sara Ali Khan) ફિલ્મ `ઝરા હટકે ઝરા બચકે` (Zara Hatke Zara Bachke)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. એક રસપ્રદ ફેમિલી મનોરંજક, આ ફિલ્મ કપિલ અને સૌમ્યાની લવસ્ટોરી દર્શાવે છે. ટ્રેલર ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આના યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આમાં વિકી કૌશલ અને સારા સિવાય રાકેશ બેદી, શારિબ હાશમી, નીરજ સૂદ પણ સામેલ છે.
ઝરા હટકે ઝરા બચકેનું ટ્રેલર
જિયો સ્ટૂડિયોઝ અને દિનેશ વિઝને રિલીઝ કર્યું ઝરા હટકે ઝરા બચકેનું ટ્રેલર. લક્ષ્મણ ઉટેકર દ્વારા નિર્દેશિત ફિલ્મની સ્ટોરી રોમાન્સ અને કૉમેડીથી ભરપૂર છે. ફેમિલી ડ્રામાથી ભરપૂર ફિલ્મનું ટ્રેલર 2 મિનિટ 20 સેકેન્ડ્સનું છે. ટ્રેલર ખૂબ જ ફની છે અને વિકી અને સારાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. પહેલીવાર બન્ને સાથે સ્ક્રીન શૅર કરી રહ્યા છે.
ADVERTISEMENT
વિકી કૌશલે કહી આ વાત
વિકી કૌશલે જણાવ્યું કે, "હું ઝરા હટકે ઝરા બચકેનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. લક્ષ્મણ સર અને મૈડૉક સાથે કામ કરવું એક ખૂબ જ સુંદર અનુભવ રહ્યો. મારી પાસે ફિલ્મના શૂટિંગ માટે ખૂબ જ સારો સમય હતો, ખાસ કરીને સારા સાથે અને આશા છે કે દર્શકો પણ ફિલ્મનો આનંદ માણશે." સારા અલી ખાને કહ્યું, "હું આ પ્રકારની પ્રતિભાશાળી ટીમ સાથે કામ કરવાના અવસર માટે આભારી છું. ફિલ્મમાં સંબંધો, અને લગ્નને એક જૂદું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને હું દર્શકોમાં આને જોવા માટે ઉત્સાહિત છું."
આ પણ વાંચો : મુકેશ અંબાણીને પોતાના ઘરે આ ફિલ્મનું રાખવું છે સ્પેશિયલ સ્ક્રીનિંગ,ઈમેલ પર અપીલ
જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
નિર્દેશક લક્ષ્મણ ઉટેકરે ફિલ્મને લઈને પોતાની વાત રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, "આ ફિલ્મ મારા મનની ખૂબ જ નજીક છે. આ એક એવી સ્ટોરી છે જે દેશના દર્શકો સાથે ગૂંજતી રહેશે. આ એક એવી ફિલ્મ છે જે એક સંપૂર્ણ પરિવારને સાંકડી રાખે જે તમારા સંપૂર્ણ મનોરંજનનો વાયદો કરે છે. જણાવવાનું કે ફિલ્મ `ઝરા હટકે ઝરા બચકે` 2 જૂન 2023ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે."