તે હંમેશાં ટ્રાવેલ માટે ઊપડી જાય છે અને એની માહિતી સોશ્યલ મીડિયામાં આપે છે
ફાઇલ તસવીર
સારા અલી ખાન ઑસ્ટ્રેલિયામાં ધમાલ-મસ્તી કરી રહી છે. તે હંમેશાં ટ્રાવેલ માટે ઊપડી જાય છે અને એની માહિતી સોશ્યલ મીડિયામાં આપે છે. તે ‘નમસ્તે દર્શકો’ દ્વારા પોતાના ફૅન્સ સાથે વિડિયોની શરૂઆત કરે છે. પોતાની ટ્રિપની ઝલક તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એમાં તે એક્સરસાઇઝ કરી રહી છે, સિડનીના હાર્બર બ્રિજ પર લટાર મારી રહી છે. તેણે ઇન્ડિયન અને વેસ્ટર્ન આફટફિટ પહેર્યાં છે. ઝૂનો પણ તે આનંદ લે છે. પછીથી મેલબર્નમાં સ્વિમિંગ કરતી પણ દેખાય છે. સાથે જ ડાન્સ પણ કરી રહી છે. આ વિડિયો-ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘સમય બગાડવો ન જોઈએ. હંમેશાં આગળ વધો, સ્વિમ, વર્કઆઉટ, ટ્રાવેલ કરો, અનુભવ લો અને પ્રગતિ કરો.’


