Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગંગુબાઈ કાઠિયાવાડીને બે વર્ષ પૂર્ણ, ભણસાલી પ્રોડક્શનની ટીમે શેર કર્યો ખાસ વીડિયો

ગંગુબાઈ કાઠિયાવાડીને બે વર્ષ પૂર્ણ, ભણસાલી પ્રોડક્શનની ટીમે શેર કર્યો ખાસ વીડિયો

25 February, 2024 02:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી તેમની શ્રેષ્ઠ સર્જિત વાર્તાઓમાંની એક છે. ફિલ્મ રિલીઝ થયાને બે વર્ષ થઈ ગયા છે. આ અવસરે ભણસાલી પ્રોડક્શન્સે એખ વીડિયો શેર કર્યો છે.

આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલી

આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલી


કી હાઇલાઇટ્સ

  1. સંજય લીલા ભણસાલાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને બે વર્ષ પૂર્ણ
  2. આલિયા ભટ્ટની દમદાર એક્ટિંગે રાખ્યો હતો રંગ
  3. પ્રોડક્શન ટીમે સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

Gangubai Kathiyawadi: આ ફિલ્મ ઉદ્યોગ એ લાગણીઓ અને વાર્તાઓની દુનિયા છે, જેમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી તેમની શ્રેષ્ઠ સર્જિત વાર્તાઓમાંની એક છે. ફિલ્મ રિલીઝ થયાને બે વર્ષ થઈ ગયા છે. આ અવસરે ભણસાલી પ્રોડક્શન્સ હવે ચાહકોને સોશિયલ મીડિયા પરના પ્રસંગને યાદ કરવા માટે એક નોસ્ટાલ્જિક જર્ની પર લઈ ગયા છે, જેમાં શક્તિશાળી સંવાદો, પડદા પાછળની ઝલક દર્શાવવામાં આવી છે, અને તેમાં કેટલીક ક્ષણોનો સમાવેશ થાય છે જે વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે. 

વિશ્વવ્યાપી લોકડાઉનના પડકારજનક સમયમાં રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડીએ ઘણી અડચણોનો સામનો કરવો પડ્યો. જેમાંથી એક થિયેટરમાં પચાસ ટકા ઓક્યુપન્સી હતી. આવી સ્થિતિમાં વસ્તુઓ અનુકૂળ ન હોવા છતાં, ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા અને બ્લોકબસ્ટર તરીકે ઉભરી. ભણસાલીની અલગ ઈમેજ અને તેમણે બનાવેલી અલગ સ્ટોરીએ આ ફિલ્મની સફળતામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhansali Productions (@bhansaliproductions)


ગંગુબાઈ કાઠિયાવાડીને જે વસ્તુ સુપરહિટ બનાવે છે તે માત્ર તેની બોક્સ ઓફિસની સફળતા નથી પરંતુ હકીકત એ છે કે તે ભણસાલીના મોટા બેનર હેઠળની પ્રથમ સ્ત્રી કેન્દ્રિત ફિલ્મ છે, જેને આલિયા ભટ્ટ દ્વારા સ્ક્રીન પર સુંદર રીતે દર્શાવવામાં આવી છે. મુખ્ય ભૂમિકામાં આપણે પાત્રની મજબૂતાઈને સારી રીતે અનુભવી શકીએ છીએ. ગંગુબાઈની ભૂમિકાને ફિલ્મમાં શાનદાર રીતે દર્શાવવામાં આવી છે, સાથે જ તે કેવી રીતે અંડરવર્લ્ડ સુધી પહોંચે છે એ પણ અદ્ભુત રીતે બતાવવામાં આવ્યું છે. શાનદાર સંવાદોથી માંડીને પડદા પાછળના વીડિયો સુધી જ્યાં ભણસાલી અને તેમની ટીમની મહેનત દેખાય તો ત્યાં બધા ફિલ્મની વાર્તાના પણ એટલા પ્રશંસનીય રહ્યાં છે. 


મોટા પડદા બાદ ભણસાલી હવે OTTની દુનિયામાં એક મહત્વપૂર્ણ પગલામાં પ્રવેશ કરીને `હીરામંડી`થી ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ એક બહુપ્રતિક્ષિત ફિલ્મ છે જે ફીમેલ લીડ કેન્દ્રમાં છે. OTT પર આવવાની જાહેરાતે સારી વાર્તાઓ કહેવાની ભણસાલીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી છે. આ વખતે પણ તે શક્તિશાળી સ્ત્રી પાત્રોની આસપાસ બનેલી વાર્તા લઈને આવી રહ્યો છે. `ગંગુબાઈ કાઠિયાવાડી`ની જેમ, `હીરામંડી` પણ એક વિઝ્યુઅલ સ્પેક્ટેકલ બનવાની અપેક્ષા છે જે ડિજીટલ પ્લેટફોર્મ પર દિગ્દર્શકની લોકપ્રિય શૈલીને ઉજાગર કરશે. 

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2024 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK