‘વેલકમ’ સિરીઝની ત્રીજી ફિલ્મને ‘વેલકમ ટુ ધ જંગલ’ નામ આપવામાં આવ્યું છે
‘વેલકમ ટુ ધ જંગલ’નો સીન
અક્ષયકુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ને સંજય દત્તે હેલ્થના કારણે છોડી દીધી હોવાની ચર્ચા છે. ‘વેલકમ’ સિરીઝની ત્રીજી ફિલ્મને ‘વેલકમ ટુ ધ જંગલ’ નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઘણી સેલિબ્રિટીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં સંજય દત્ત અને અર્શદ વારસીની જોડી પણ ચર્ચાનો વિષય હતો. 2023ની ડિસેમ્બરમાં અક્ષયકુમારે જાહેરાત કરી હતી કે ફિલ્મમાં સંજય દત્ત પણ જોવા મળશે. આ ફિલ્મનું ઘણું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. સંજય દત્તે મઢ આઇલેન્ડમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. તેણે પંદર દિવસનું શૂટિંગ કર્યું હોવાની ચર્ચા હતી, પરંતુ એક જ દિવસ કર્યું હોવાની વાતો બહાર આવી રહી છે. ફિલ્મમાં તેના પાત્રના ઘણાં એક્શન દૃશ્ય હોવાથી તેણે હેલ્થને ધ્યાનમાં રાખીને ફિલ્મમાંથી એક્ઝિટ લીધી હોવાની ચર્ચા છે.


