સંજય દત્તે પોતાની ફિલ્મ ‘વાસ્તવ’ના ગીત ‘મેરી દુનિયા હૈ’ પર રોમૅન્ટિક ડાન્સ કર્યો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સંજય દત્ત પોતાની પત્ની માન્યતા અને બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને ઘણી વખત તેમની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરે છે. ૬૫ વર્ષનો સંજય તાજેતરમાં પત્ની માન્યતા સાથે એક ફંક્શનમાં ગયો હતો અને ત્યાં તેણે પોતાની ફિલ્મ ‘વાસ્તવ’ના ગીત ‘મેરી દુનિયા હૈ’ પર રોમૅન્ટિક ડાન્સ કર્યો હતો અને આ ગીતના અંતમાં સંજય પત્ની માન્યતાના કપાળે ચુંબન કરે છે. હવે તેમના આ ડાન્સનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ વિડિયો પર લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે. સંજય અને માન્યતાનો આ અંદાજ સોશ્યલ મીડિયા પર છવાયેલો છે.


