જોકે લેટેસ્ટ અપડેટ પ્રમાણે સલમાને તેના ફૅન્સની નારાજગીને કારણે આ પ્રોજેક્ટ પડતો મૂકવાનો નિર્ણય કરી લીધો છે.
સલમાન ખાન, સંજય દત્ત
થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન અને સંજય દત્તની જોરદાર જોડી પચીસ વર્ષ પછી ‘ગંગારામ’ નામની ફિલ્મમાં સાથે જોવા મળશે. સંજયની ફિલ્મ ‘ભૂતની’ના ટ્રેલર-લૉન્ચમાં આ જાહેરાત કરવામાં આવી હતી. એ સમયે ચર્ચા હતી કે આ ફિલ્મને સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે અને એને ડિરેક્ટ કરવાની જવાબદારી છેલ્લાં પાંચ વર્ષથી સલમાન ખાનના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કૃષ અહીરને સોંપવામાં આવી છે. જોકે લેટેસ્ટ અપડેટ પ્રમાણે સલમાને તેના ફૅન્સની નારાજગીને કારણે આ પ્રોજેક્ટ પડતો મૂકવાનો નિર્ણય કરી લીધો છે.
‘ગંગારામ’ની જાહેરાત થઈ ત્યારે સલમાનના ફૅન્સે ડર વ્યક્ત કર્યો હતો કે આ ફિલ્મ તેના સ્ટારપાવરને નુકસાન પહોંચાડી શકે છે અને તેણે ‘સિકંદર’ની નિષ્ફળતા પછી નવા ડિરેક્ટરને બદલે અનુભવી ફિલ્મમેકર્સ સાથે જ કામ કરવું જોઈએ. હવે સલમાને ચાહકોની આ લાગણીને ધ્યાનમાં રાખીને ફિલ્મ ન બનાવવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી પ્રમાણે સલમાન હવે કબીર ખાન, અલી અબ્બાસ ઝફર અને સૂરજ બડજાત્યા જેવા અનુભવી મેકર્સની ફિલ્મો પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.


