આ ઇવેન્ટમાં સલમાન જોવા મળ્યો નવા ક્લીન-શેવ્ડ લુકમાં
સલમાન ખાન ફેન્સ સાથે
સલમાન ખાન શનિવારે હૈદરાબાદના ગચ્ચીબોવલી GMC બાલયોગી ઍથ્લેટિક સ્ટેડિયમમાં આયોજિત ‘ઇન્ડિયન સુપર ક્રૉસ રેસિંગ લીગ’ ઇવેન્ટમાં સામેલ થયો હતો. સલમાન ઇન્ડિયન સુપર ક્રૉસ રેસિંગ લીગનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે. હવે આ ઇવેન્ટનો સલમાનનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તે નાનાં બાળકોને મળી રહ્યો છે. આ બાળકો સલમાનનાં ફૅન્સ હતાં. સલમાને તેમની લાગણીને માન આપીને તેમની સાથે હાથ મિલાવ્યો હતો અને તેમને આશીર્વાદ આપ્યા હતા. સલમાનના આ વર્તનની સોશ્યલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.
આ કાર્યક્રમ વિશે વાત કરતાં સલમાને કહ્યું હતું કે ‘ઇન્ડિયન સુપર ક્રૉસ રેસિંગ લીગ આપણા દેશના યુવાનો માટે કંઈક સાર્થક કરી રહી છે. અહીં પ્રતિભાને વર્લ્ડ ક્લાસ સુરક્ષાનાં ધોરણો સાથે તક મળે છે. આ જર્નીના સાક્ષી બનવું એક સુખદ અનુભવ છે.’
ADVERTISEMENT
સલમાન જોવા મળ્યો નવા ક્લીન-શેવ્ડ લુકમાં
સલમાન ખાન હાલમાં કલીના ઍરપોર્ટ પર નવા ક્લીન-શેવ્ડ લુકમાં ફોટોગ્રાફર્સના કૅમેરામાં ક્લિક થઈ ગયો. આ પહેલાં સલમાન ‘બિગ બૉસ 19’ અને ‘બૅટલ ઑફ ગલવાન’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન હળવી દાઢી-મૂછવાળા લુકમાં જોવા મળ્યો હતો. સલમાનનો આ નવો લુક ફૅન્સને પસંદ પડી રહ્યો છે.


