આ ગીતના વિઝ્યુઅલ્સમાં સલમાન ખાનનો ખૂબ જ રોમૅન્ટિક અંદાજ જોવા મળે છે
બૅટલ ઑફ ગલવાનના ગીતમાં દેખાયેલી વિન્ટેજ જીપ
સલમાન ખાનની ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’નું રોમૅન્ટિક ગીત ‘મૈં હૂં’ વૅલેન્ટાઇન ડે પર રિલીઝ થયું હતું. હવે આ ગીતની એક ખાસ વાત એવી પણ છે જેનો સંબંધ સલમાન ખાનની વિન્ટેજ જીપ સાથે છે.
આ ગીતના વિઝ્યુઅલ્સમાં સલમાન ખાનનો ખૂબ જ રોમૅન્ટિક અંદાજ જોવા મળે છે. આ ગીતના એક ખાસ દૃશ્યે સૌનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં સલમાન એક જૂની જીપ ચલાવતો દેખાય છે. ગીતમાં દેખાતી ૧૯૪૧ની ફોર્ડ વિલીઝ મિલિટરી જીપ ખરેખર સલમાનના પર્સનલ કલેક્શનનો ભાગ છે. દુર્લભ અને વિન્ટેજ ગાડીઓના શોખીન સલમાને આ ગીતમાં પોતાની મનપસંદ ગાડીનો ઉપયોગ કર્યો છે, જે દૃશ્યને વધુ રિયલ અને પર્સનલ સ્પર્શ આપે છે.
