Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મને ભારતમાં ૯ વર્ષ મોટા સલમાન ખાનની મમ્મી બનવાના બહુ પૈસા મળ્યા હતા

મને ભારતમાં ૯ વર્ષ મોટા સલમાન ખાનની મમ્મી બનવાના બહુ પૈસા મળ્યા હતા

Published : 28 September, 2026 01:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોનાલી કુલકર્ણીએ ૨૦૧૯માં આવેલી પિરિયડ ડ્રામા ફિલ્મમાં કામ કરવાનું કારણ જણાવ્યું

સોનાલી કુલકર્ણી અને સલમાન ખાન

સોનાલી કુલકર્ણી અને સલમાન ખાન


સોનાલી કુલકર્ણીએ પોતાની ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં અનેક ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. આવી જ ફિલ્મોમાંની એક ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની વર્ષ ૨૦૧૯માં આવેલી પિરિયડ ડ્રામા ફિલ્મ ‘ભારત’ છે જેમાં તેણે જાનકી દેવીનું પાત્ર ભજવ્યું હતું. ૫૧ વર્ષની સોનાલી કુલકર્ણીએ ‘ભારત’માં પોતાનાથી ૯ વર્ષ મોટા સલમાનની મમ્મીની ભૂમિકા ભજવી હતી. 
હવે સોનાલીએ ‘ભારત’માં સલમાનની મમ્મીની ભૂમિકા ભજવવા પાછળનું કારણ જણાવ્યું છે. તેણે કહ્યું હતું કે ‘કાસ્ટિંગ દરમ્યાન મેં કહ્યું હતું કે હું આ ભૂમિકા ન કરી શકું. જોકે અલી અબ્બાસ ઝફર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા મને કાસ્ટ કરવા ઇચ્છતા હતા કારણ કે તેઓ ફિલ્મના ફ્લૅશબૅક સીન પર ઘણો ભાર આપી રહ્યા હતા. મેં એ વાત સમજવાનો પ્રયાસ કર્યો અને પછી એને એક પડકાર તરીકે સ્વીકારી લીધો. વળી, આ રોલ કરવા માટે મને બહુ જ સારા પૈસા મળ્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK