Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ટાઇગર 3’માં બૉડી-બિલ્ડિંગ લેજન્ડ વરિન્દર સિંહ ઘુમન સાથે ફાઇટ કરશે સલમાન અને શાહરુખ?

‘ટાઇગર 3’માં બૉડી-બિલ્ડિંગ લેજન્ડ વરિન્દર સિંહ ઘુમન સાથે ફાઇટ કરશે સલમાન અને શાહરુખ?

24 March, 2023 03:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં વરિન્દર સિંહ વિલનના રોલમાં દેખાશે.

વરિન્દર સિંહ ઘુમન

વરિન્દર સિંહ ઘુમન


સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘ટાઇગર 3’માં શાહરુખ ખાન સાથે મળીને બૉડી-બિલ્ડિંગ લેજન્ડ વરિન્દર સિંહ ઘુમન સાથે ફાઇટ કરવાનો છે એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં વરિન્દર સિંહ વિલનના રોલમાં દેખાશે. આ સીક્વન્સ માટે મુંબઈમાં બે અઠવાડિયાં શૂટિંગ ચાલશે. એ માટે યશરાજ સ્ટુડિયોમાં ભવ્ય સેટ ઊભો કરવામાં આવશે. આ ફિલ્મ જાસૂસી પર આધારિત છે. જે પ્રકારે ‘પઠાન’માં સલમાન ખાન ટાઇગર બનીને આવે છે એ રીતે ‘ટાઇગર 3’માં શાહરુખ ખાન પણ પ્રવેશ કરવાનો છે. આ રીતે બન્ને સાથે મળીને દુશ્મનોનો ખાતમો બોલાવશે. એ ઍક્શન સીક્વન્સ માટે મોટી જેલ પણ બનાવવામાં આવશે. આ ફિલ્મને મનીષ શર્મા ડિરેક્ટ કરી રહ્યો છે. દિવાળી દરમ્યાન આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી પણ મેઇન વિલન તરીકે જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2023 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK