પીછે કા યાદ રખના. ઇતની ઇઝ્ઝત તો દે હી સકતે હો સબ લોગ
સલમા ખાન
અભિનેતાઓ અને ખાસ કરીને અભિનેત્રીઓની અયોગ્ય ઍન્ગલથી તસવીરો ખેંચતા ફોટોગ્રાફરો સામે સલમાન ખાને ફરી એક વાર આકરો રોષ વ્યક્ત કર્યો છે. રિયલિટી શો ‘બિગ બૉસ 20’ના એક એપિસોડમાં આ પ્રવૃત્તિ સામે સખત નારાજગી વ્યક્ત કર્યા બાદ સલમાને ગુરુવારે મુંબઈમાં આયોજિત ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી (IIFA) અવૉર્ડ્સની પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન ફોટોગ્રાફર્સને પોતાની વર્તણૂક સુધારવાની કડક તાકીદ કરી હતી.
રવિવારે ટાઇગર શ્રૉફના ઘર બહાર બનેલી ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાનની સુરક્ષા વધારવામાં આવ્યા પછી આ તેનો પ્રથમ જાહેર કાર્યક્રમ હતો. રેડ કાર્પેટ પર ફોટોગ્રાફરો જ્યારે તેની તસવીરો ખેંચી રહ્યા હતા ત્યારે સલમાને સીધા જ ફોટોગ્રાફર્સ સામે જોઈને કહ્યું હતું કે ‘પીછે કા યાદ રખના. ઇતની ઇઝ્ઝત તો દે હી સકતે હો સબ લોગ.’
