Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન-અક્ષય થયા ટ્રોલ

સલમાન-અક્ષય થયા ટ્રોલ

21 February, 2023 03:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાને તેની ‘દબંગ 3’ના ‘મુન્ના બદનામ’ ગીત પર ડાન્સ કર્યો હતો

સલમાન ખાન અને અક્ષયકુમાર

સલમાન ખાન અને અક્ષયકુમાર


સલમાન ખાન અને અક્ષયકુમારને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એનું કારણ છે કે આ બન્નેએ દિલ્હીમાં એક લગ્નના રિસેપ્શનમાં પર્ફોર્મ કર્યું હતું. સલમાને તેની ‘દબંગ 3’ના ‘મુન્ના બદનામ’ ગીત પર ડાન્સ કર્યો હતો અને અક્ષયકુમારે તેની ‘સેલ્ફી’ના ‘મૈં ખિલાડી’ ગીત પર ડાન્સ કર્યો હતો. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.  આ લગ્નને મનીષ પૉલ હોસ્ટ કરી રહ્યો હતો. આ વિડિયો વાઇરલ થતાં જ લોકો વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. એકે લખ્યું કે ‘આ કોનાં લગ્ન છે કે જ્યાં સલમાન ખાન અને અક્ષયકુમારને ડાન્સ કરાવવામાં આવ્યો.’
અન્યએ લખ્યું કે ‘ભાઈ ક્યા બાત હૈ. આ કપલે અમારા ભાઈજાનને નચાવ્યા.’ એકે લખ્યું કે ‘પૈસા માટે તેઓ શું-શું કરે છે.’ અન્યએ લખ્યું કે ‘પૈસાની બરબાદી છે. એના કરતાં અન્ય ઠેકાણે ઇન્વેસ્ટ કરવાની જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2023 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK