સોશ્યલ મીડિયામાં ચર્ચા છે કે બન્ને ફિલ્મોની વાર્તા એકદમ સરખી છે
‘સૈયારા’ એ સાઉથ કોરિયન ફિલ્મ ‘અ મોમેન્ટ ટુ રિમેમ્બર’ની કૉપી હોવાની ચર્ચા
ફિલ્મમેકર મોહિત સૂરિની ‘સૈયારા’ બૉક્સ-ઑફિસ પર શાનદાર પર્ફોમન્સ આપી રહી છે અને ફિલ્મે બે દિવસમાં જ ૪૮.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જોકે હવે ધીમે-ધીમે વિવાદો શરૂ થઈ ગયા છે. સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી લેટેસ્ટ ચર્ચા પ્રમાણે ‘સૈયારા’ એ ૨૦૦૪ની પ્રખ્યાત સાઉથ કોરિયન ફિલ્મ ‘અ મોમેન્ટ ટુ રિમેમ્બર’ની કૉપી છે.
સોશ્યલ મીડિયા પર કરાયેલા દાવા પ્રમાણે ‘સૈયારા’ની વાર્તા અને ૨૦૦૪ની કોરિયન ફિલ્મની વાર્તા એકદમ સરખી છે. જોકે હજી સુધી ફિલ્મના નિર્માતાઓએ આ આક્ષેપો પર કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી અને એ એક મૂળ રચના છે કે પ્રેરણા લેવામાં આવી છે એના વિશે સ્પષ્ટતા નથી.


