આ બર્થ-ડે સેલિબ્રેશનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પિન્કી રોશને કૅપ્શન આપી હતી, ‘મારી વહાલી દીકરી સુનૈનાને જન્મદિવસની શુભકામના
હૃતિકની બહેનના બર્થ-ડે સેલિબ્રેશનમાં હાજર રહી તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ
હૃતિક રોશનની બહેન સુનૈના રોશનના બર્થ-ડે સેલિબ્રેશનમાં આખા પરિવારની સાથે તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ હાજર રહી હતી. હૃતિકનાં મમ્મી પિન્કી રોશન અને ડૅડી રાકેશ રોશનની સાથે તેના બન્ને દીકરાઓ રિધાન અને રેહાન પણ હાજર હતા. હૃતિક અને સબા અનેક સેલિબ્રેશનમાં સાથે દેખાય છે. આ બર્થ-ડે સેલિબ્રેશનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પિન્કી રોશને કૅપ્શન આપી હતી, ‘મારી વહાલી દીકરી સુનૈનાને જન્મદિવસની શુભકામના. મારી સનશાઇન, મારી લાઇફ, મારી દિલની ધડકન. તારી ખુશી જ આખા પરિવાર માટે અગત્યની છે. તને ખૂબ પ્રેમ. ઑરેન્જ કૅન્ડલ્સ, ફ્લાવર્સ અને કેકનો કલર ઘણુંબધું કહી જાય છે. તારું જીવન પણ વિવિધ રંગોથી ભરાઈ જાય એવી અમારી ઇચ્છા છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)