Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ફાઇટર’ માટે રિયલ ફાઇટર જેટ સાથે શૂટ કર્યું હૃતિકે

‘ફાઇટર’ માટે રિયલ ફાઇટર જેટ સાથે શૂટ કર્યું હૃતિકે

11 January, 2023 03:28 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિશ 4’ વિશે હૃતિકે કહ્યું કે ‘મને લાગે છે કે આપણે બધાએ સાથે મળીને આ ફિલ્મ માટે પ્રાર્થના કરવી જોઈએ.

હૃતિક રોશન

હૃતિક રોશન


હૃતિક રોશને તેની આગામી ફિલ્મ ‘ફાઇટર’ માટે રિયલ ફાઇટર જેટ સાથે શૂટિંગ કર્યું છે. તેનો ગઈ કાલે જન્મદિવસ હતો. તે ૪૯ વર્ષનો થયો છે. તે આ ફિલ્મ સિવાય ‘વૉર 2’ અને ‘ક્રિશ 4’માં પણ કામ કરી રહ્યો છે. 

આ ફિલ્મ વિશે એક ઇન્ટરવ્યુમાં હૃતિકે કહ્યું કે ‘અમે રિયલ ફાઇટર જેટ્સ સાથે શૂટિંગ કરી રહ્યા છીએ. અમે હાલમાં જ સુખોઈમાં શૂટ કર્યું હતું. ઇન્ડિયન ઍર ફોર્સની આસપાસ રહેવું ખૂબ જ પ્રેરણાત્મક હતું. તેમની બૉડી લૅન્ગ્વેજ, તેમનું અનુશાસન, તેમની હિમ્મત અને ઇન્ટેલિજન્સ જોઈને ઘણું શીખવા જેવું છે. મને ખુશી છે કે મને આ તક મળી છે.’



‘વૉર 2’ વિશે વાત કરતાં  હૃતિકે કહ્યુ કે ‘આદિત્ય ચોપડા ખૂબ જ સીક્રેટિવ છે. મારા એક્સપ્રેશન પરથી ખબર પડી શકે છે કે હું એ વિશે કંઈ કહી શકું એમ નથી.’ ‘ક્રિશ 4’ વિશે હૃતિકે કહ્યું કે ‘મને લાગે છે કે આપણે બધાએ સાથે મળીને આ ફિલ્મ માટે પ્રાર્થના કરવી જોઈએ. બધું સેટ છે, પરંતુ અમે એક નાનકડી ટેક્નિકાલિટીમાં ફસાયેલા છીએ. આશા છે કે વર્ષના અંત સુધીમાં એ પૂરી થઈ જશે. ‘ક્રિશ 4’ પાઇપલાઇનમાં છે અને એને જલદી બનાવવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2023 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK