ફોટોમાં તેની સાથે તેની કઝિન પશ્મિના પણ દેખાઈ રહી છે.
હમ સાથ સાથ હૈં
હૃતિકે તેના બે દીકરા અને ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે ક્રિસમસ સેલિબ્રેશન કર્યું હતું. તેઓ સ્વિટ્ઝરલૅન્ડમાં છે. હૃતિક અને સબા ઘણા સમયથી રિલેશનમાં છે. આ બન્ને છાશવારે અનેક ઇવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. એવું લાગી રહ્યું છે કે હૃતિકના બે દીકરાઓ રેહાન અને રિધાન સાથે સબા બૉન્ડિંગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. એથી સપરિવાર તેઓ વેકેશન પર છે. એનો ફોટો હૃતિકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. ફોટોમાં તેની સાથે તેની કઝિન પશ્મિના પણ દેખાઈ રહી છે. ફોટોમાં હેવી સ્નોફૉલ દેખાઈ રહ્યો છે અને તેમણે છત્રી પકડી રાખી છે. તેમને જોઈને લાગે છે કે ‘હમ સાથ સાથ હૈં.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)