Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રૉકી ઔર રાની...વાળી ગોલુની જુઓ કેવી કાયાપલટ થઈ ગઈ

રૉકી ઔર રાની...વાળી ગોલુની જુઓ કેવી કાયાપલટ થઈ ગઈ

09 May, 2024 05:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટાર પ્લસના શો ‘ઢાઈ કિલો પ્રેમ’ દ્વારા કરીઅરની શરૂઆત કરનાર અંજલિએ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ કામ કર્યું હતું.

અંજલિ આનંદ

અંજલિ આનંદ


અંજલિ આનંદે જિમમાં પગ સુધ્ધાં નથી મૂક્યો, પરંતુ એમ છતાં તેનું વજન ખૂબ જ ઓછું થઈ ગયું છે. સ્ટાર પ્લસના શો ‘ઢાઈ કિલો પ્રેમ’ દ્વારા કરીઅરની શરૂઆત કરનાર અંજલિએ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ કામ કર્યું હતું. ત્યાર બાદ તે ‘ખતરોં કે ખિલાડી 13’ અને ‘ઝલક દિખલા જા 11’માં જોવા મળી હતી. પહેલાંનો અને અત્યારનો ફોટો શૅર કરી ગજબનું વજન ઉતાર્યું હોવા વિશે એક ચાહકે પૂછતાં ઇન્સ્ટાસ્ટોરી પર અંજલિએ કૅપ્શન લખી હતી કે ‘મને ઓળખતા લોકો હમણાં મને મળે છે ત્યારે તેઓ પણ નહીં ઓળખતા હોય એવું લાગે છે. કેટલીક વાર હું પણ અરીસામાં જોઉં છું અને મને થાય છે કે આ કોણ છે? સાચું કહું તો હું બસ ખૂબ જ કામ કરી રહી છું. છેલ્લા નવ મહિનાથી હું નૉન-સ્ટૉપ કામ કરી રહી છું. શૂટિંગ અને એ માટે અહીંથી ત્યાં જતી હોઉં છું. મેં જિમમાં પગ સુધ્ધાં નથી મૂક્યો. ‘ઝલક...’ને કારણે મને ફાયદો થયો છે, પરંતુ હું પોતે પણ કન્ટ્રોલ કરી રહી હતી. ઇમોશનલ થઈને હવે હું વધુપડતું ભોજન નથી કરતી. હું પોતાને વ્યસ્ત રાખવા માટે ફૂડ અને નેટફ્લિક્સનો સહારો નથી લઈ રહી. હું મારી લાઇફને એન્જૉય કરી રહી છું અને મારું કામ મને વ્યસ્ત રાખી રહ્યું છે. હાર માનતાં તો હું શીખી જ નથી. મારે દરરોજ પહેલાં કરતાં વધુ સારી વ્યક્તિ બનવું છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 05:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK