Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાના પ્રોડક્શન-હાઉસની પહેલી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું રિચા અને અલીએ

પોતાના પ્રોડક્શન-હાઉસની પહેલી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું રિચા અને અલીએ

17 January, 2023 04:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ દ્વારા એક ઍક્ટર અને પ્રોડ્યુસર તરીકે વિકસિત થઈ હોવાનું જણાવતાં રિચા ચઢ્ઢાએ કહ્યું કે ‘ફિલ્મ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ મારા માટે મારી લાઇફની યાદગાર ફિલ્મ હશે

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા


રિચા ચઢ્ઢા અને અલી ફઝલે તેમના પ્રોડક્શન-હાઉસ ‘પુશિંગ બટન્સ સ્ટુડિયોઝ’ની પહેલી ફિલ્મ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મ દ્વારા એક ઍક્ટર અને પ્રોડ્યુસર તરીકે વિકસિત થઈ હોવાનું જણાવતાં રિચા ચઢ્ઢાએ કહ્યું કે ‘ફિલ્મ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ મારા માટે મારી લાઇફની યાદગાર ફિલ્મ હશે, કારણ કે અનેક કલાકારો એની સાથે જોડાયેલા છે. મારા પ્રોડક્શનની અને મારાં લગ્ન બાદ આ મારી પહેલી ફિલ્મ છે. આ એવી ફિલ્મ છે જેણે મને એક ઍક્ટર અને પ્રોડ્યુસર તરીકે વિકસિત થવામાં મદદ કરી છે. ફિલ્મના તમામ કલાકારો એવી રીતે કામ કરતા હતા જાણે એક પરિવાર હોય અને એ વસ્તુ અમને ખૂબ યાદ આવશે.’

ફિલ્મની ટીમનો આભાર વ્યક્ત કરતાં અલી ફઝલે કહ્યું કે ‘પ્રોડ્યુસર્સ તરીકેની અમારી પહેલી ફિલ્મનું શૂટિંગ પૂરું થવાની જાહેરાત કરવાની અમને ખુશી છે. એને લઈને મિક્સ ફિલિંગ્સ જેવી કે ગભરામણ અને ઉત્સાહનો અનુભવ થઈ રહ્યો છે. એક્સાઇટેડ એટલા માટે છું કે અમે એ પોઝિશન પર આવી ગયા છીએ જ્યાં કૂલ અને ટૅલન્ટેડ લોકો સાથે કામ કરીને અદ્ભુત સ્ટોરી બનાવી શકીએ છીએ. અમારા ઍક્ટર્સ પર ખૂબ ગર્વ થઈ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK