રવીના ટંડન પોતાના સ્પષ્ટવક્તા અભિગમને કારણે જાણીતી છે. તે કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિમાં ડર્યા વગર પોતાની વાત રજૂ કરવા માટે જાણીતી છે. હાલમાં તેણે ભારતમાં લોકોને મળતી અભિવ્યક્તિની આઝાદીની સ્વતંત્રતા પર પોતાના વિચારો રજૂ કર્યા છે.
ક્યા ખૂબ કહી
રવીના ટંડન પોતાના સ્પષ્ટવક્તા અભિગમને કારણે જાણીતી છે. તે કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિમાં ડર્યા વગર પોતાની વાત રજૂ કરવા માટે જાણીતી છે. હાલમાં તેણે ભારતમાં લોકોને મળતી અભિવ્યક્તિની આઝાદીની સ્વતંત્રતા પર પોતાના વિચારો રજૂ કર્યા છે. રવીનાએ પોતાની પોસ્ટમાં સુંદર તસવીરો પોસ્ટ કરીને આ મામલે કહ્યું હતું કે ‘તમારા પૂર્વજો અને તમારી સંસ્કૃતિએ તમને અને તમારી પેઢીને જે સ્વતંત્રતા આપી છે એને હળવાશથી ન લો. એ સ્વતંત્રતામાં જીવો, એની કદર કરો અને તમે જે છો એના પર ગર્વ અનુભવો. જય હિન્દ. જય ભારત. વંદે માતરમ.’
