રવીના ટંડનને ભૂતકાળના રિલેશન પર ચર્ચા કરવામાં કોઈ રસ નથી. ૯૦ના દાયકામાં અક્ષયકુમાર સાથે તેનાં રિલેશન ખૂબ ચર્ચામાં હતાં.
રવીના ટંડન
રવીના ટંડનને ભૂતકાળના રિલેશન પર ચર્ચા કરવામાં કોઈ રસ નથી. ૯૦ના દાયકામાં અક્ષયકુમાર સાથે તેનાં રિલેશન ખૂબ ચર્ચામાં હતાં. એકબીજાના પ્રેમમાં બન્ને ગળાડૂબ હતાં. જોકે એવું જાણવા મળ્યું હતું કે અક્ષયકુમારે તેની સાથે ચીટિંગ કરતાં તેમનું બ્રેકઅપ થયું હતું. જોકે આજે બન્ને પોતાના મતભેદ ભૂલીને પ્રોફેશનલી સાથે આવ્યાં છે. આ બન્ને ‘વેલકમ ટુ ધ જંગલ’માં સાથે દેખાવાનાં છે. તાજેતરમાં જ રિલેશન વિશે પૂછવામાં આવતાં રવીનાએ કહ્યું કે ‘મારા મત પ્રમાણે દરેક રિલેશન વિશ્વાસ, પ્રેમ, પ્રામાણિકતા અને ભરોસા પર ટકે છે.’
રવીનાએ અનિલ થડાણી સાથે લગ્ન કર્યાં છે. તે પણ તેના ભૂતકાળના સંબંધો વિશે ચર્ચા નથી કરતા. સાથે જ અક્ષયકુમાર સાથેના રિલેશન વિશે પૂછવામાં આવતાં રવીનાએ કહ્યું કે ‘હું એ વિશે ચર્ચા નથી કરતી. મારા હસબન્ડને તેની પર્સનલ બાબતો પર ચર્ચા કરવી નથી ગમતી. હું પણ એને લઈને તેની મજાક નથી ઉડાવતી. સાથે જ મને એ વિશે ચર્ચા કરવી પણ નથી ગમતી.’
દીકરી કિસિંગ સીન આપે એમાં રવીનાને વાંધો નથી
રવીના ટંડનની દીકરી રાશા થડાણી ફિલ્મોમાં કિસિંગ સીન આપે એનાથી તેને કોઈ વાંધો નથી. રવીના જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેણે અગાઉથી કિસિંગ સીન માટે ના પાડી દીધી હતી. હવે તેની દીકરી રાશા ફિલ્મોમાં એન્ટ્રી કરવાની છે. તે અભિષેક કપૂરની ફિલ્મમાં જોવા મળવાની છે. એવામાં તે કિસિંગ સીન આપી શકે છે કે કેમ એ વિશે પૂછવામાં આવતાં રવીનાએ કહ્યું કે ‘આ તો તેના પર આધાર રાખે છે. જો તે કોઈની સાથે આવા સીન કરવા માટે તૈયાર હોય તો શું કામ ન કરી શકે? જો તેની મરજી ન હોય તો કોઈ તેના પર દબાણ ન નાખી શકે.’

