Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પુષ્પા : ધ રૂલ’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરશે રશ્મિકા

‘પુષ્પા : ધ રૂલ’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરશે રશ્મિકા

23 January, 2023 01:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અલ્લુ અર્જુને તો આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાના


રશ્મિકા મંદાના તેની આગામી ફિલ્મ ‘પુષ્પા : ધ રૂલ’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવાની છે અને એને લઈને તે ખૂબ એક્સાઇટેડ પણ છે. આ ફિલ્મ ૨૦૨૧માં આવેલી ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ની સીક્વલ છે. આ ફિલ્મમાં તેની સાથે અલ્લુ અર્જુન પણ દેખાશે. ગયા વર્ષે રિલીઝ થયેલી આ ફિલ્મે ખૂબ ધૂમ મચાવી હતી. અલ્લુ અર્જુને તો આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. એને લઈને રશ્મિકાએ કહ્યું કે ‘ફિલ્મના અન્ય કલાકારોએ શૂટિંગ શરૂ કરી દીધું છે અને હું આવતા મહિનાથી જોડાઈ જઈશ. એથી હું ખૂબ એક્સાઇટેડ છું. સેકન્ડ હાફ તો ધમાકેદાર છે. ખરેખર ડિરેક્ટર સુકુમાર આવો અદ્ભુત આઇડિયા લઈને આવ્યા છે. તમે ફર્સ્ટ હાફ જોશો તો તમને એહસાસ થશે કે આની પોતાની સ્ટોરી છે. પહેલા ભાગ કરતાં બીજા ભાગમાં ઘણુંબધું છે. ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ના બધા ઍક્ટર્સે પોતાનું કામ જોઈ લીધું છે અને હવે ચોખવટ થઈ ગઈ છે કે અમે કેવા વર્લ્ડમાં રહીએ છીએ. એથી મને લાગે છે કે અમારા પર્ફોર્મન્સિસ બદલાવાના છે. મને લાગે છે કે અમારા બધાના પર્ફોર્મન્સિસ વધુ ઉગ્ર રહેશે. એ અતુલનીય પણ રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2023 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK